Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદસભ્યની રજૂઆતને સફળતા
જામનગર તા. ૧૪ઃ જામનગર જિલ્લામાં લાલપુરથી મોટા ખડબા સુધીનો માર્ગ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઝાખરના પાટિયાથી વાડીનાર સુધીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી લોકોને તથા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી અને અકસ્માત સર્જાવાની દહેશત રહેતી હતી. આ માર્ગને રીપેર કરવા સંસદસભ્ય પૂનમબેન માડમને અનેક રજૂઆતો મળી હતી જે સંદર્ભમાં તેમણે બન્ને માર્ગને રીસરફેસ કરવા સરકારમાં રજૂઆત કરી હતી. જેથી કેન્દ્ર સરકારની સેન્ટ્રલ રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમ હેઠળ બન્ને રસ્તાના કામો માટે રૂ. ર૬ કરોડનો ખર્ચ મંજુર થયો છે. જેમાં ઝાખરના પાટિયાથી વાડીનાર સુધીના માર્ગનું કામ રૂ. ૧૧ કરોડના ખર્ચે અને લાલપુરથી મોટા ખડબા સુધીના માર્ગનું કામ રૂ. ૧પ કરોડના ખર્ચે કરવામાં આવશે અને આ બન્ને રસ્તાના કામ સત્વરે શરૂ કરવામાં આવશે. આમ રસ્તાઓને રીસરફેસ કરવાના કામોને મંજુર કરવામાં સંસદસભ્ય પૂનમબેન માડમની રજૂઆતને સફળતા મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial