Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટેટ જીએસટી દ્વારા વિશેષ ઝુંબેશ દરમિયાન નગરની બે પેઢીઓ દ્વારા કરચોરીના થતા કારનામા ઝડપાયાઃ ધરપકડ પછી કોર્ટમાં રજૂ કરાયાઃ
જામનગર તા. ૧૪ઃ બોગસ બિલિંગ સંદર્ભે સ્ટેજ જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરી છે, અને જામનગરના બે એકમોએ બોગસ બીલો આધારિત રૂ. ૭૮.પ૦ કરોડની ખરીદીઓ દર્શાવી રૂ. ૧૪.૧ર કરોડની વેરાશાખની ચોરી કરતા બે પેઢીના માલિકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.
જામનગર તા. ૧૩ ફેબ્રુઆરી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ થકી થતી કરચોરીના કેસો શોધી કાઢી તે પરત્વે અન્વેષણાત્મક કાર્યવાહીની ઝુંબેશ હાલમાં ચાલી રહેલ છે. ગુજરાત રાજ્ય તથા ગુજરાત રાજ્ય બહારની બોગસ પેઢીઓ પાસેથી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરાની રકમ સામે વેરાશાખ મજરે મેળવી ખૂબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારને મોટી રકમનું નાણાકીય નુક્સાન પહોંચાડવામાં આવે છે. વિભાગ દ્વારા ઊંડપાણપૂર્વકના સંશોધન અને વિગતોના આધારે તપાસો હાથ ધરી ઘણી પેઢીઓ શોધી કાઢવામાં આવેલ છે. આવી પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટરોને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.
તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગના માધ્યમથી ખોટી વેરાશાખાનો દાવો કરતા હોય તેવા જામનગરના બ્રાસની કોમોડિટી સાથે સંકળાયેલા બે એકમો પર સર્ચ અને સિઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ એકમો દ્વારા બોગસ પેઢીઓ પાસેથી ખરીદીઓ દર્શાવી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરા સામે વેરાશાખ મજરે મેળવી ખૂબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની આવકને મોટા પ્રમાણમાં નાણાકીય નુક્સાન પહોંચાડવામાં આવ્યું છે. આ બે એકમો દ્વારા બોગસ બીલો આધારિત રૂ. ૭૮.પ૦ કરોડની ખરીદીઓ દર્શાવી રૂ. ૧૪.૧ર કરોડની ન મળવાપાત્ર હોય તેવી વેરાશાખ ભોગવેલ છે.
ખોટી વેરાશાખ ભોગવવી એ જીએસટી કાયદાની કલમ-૧૩ર(૧)(સી) હેઠળ ગુનો બનતો હોય, વિભાગ દ્વારા બે કેસોમાં આ પેઢીઓના માલિકોની સ્પષ્ટ સંડોવણી જણાતા શ્રી લીબર્ટી પ્રોડક્ટ્સ પ્લોટ નં. ૪૬૪/ર૯ જીઆઈડીસી, શંકર ટેકરી, જામનગરના માલિક સ્મિત દિપેન શાહની ધરપકડ તા. ર-ર-ર૦ર૪ ના કરવામાં આવેલ. વોલ્ટ મેટલ ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં. ૪૬૪/ર૯/૩૦/૩૧ જીઆઈડીસી, શંકર ટેકરી, જામનગરના માલિક દિપેન ચંપકલાલ શાહ સ્થળ તપાસ દરમિયાન મળી આવેલ નહિં જેથી તેમની ખાનગી રાહે રેકી કરવામાં આવેલ અને બાતમીના આધારે તા. ૧ર-ર-ર૦ર૪ ના તેઓની જામનગરથી ધરપકડ કરવામાં આવી છે.
આ બન્ને શખ્સો નામ. ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામનગરમાં રજૂ કરવામાં આવેલ જે અન્વયે આરોપી સ્મિત દિપેન શાહના ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરેલ હતાં તેમજ તા. ૧૩-ર-ર૦ર૪ ના આરોપી દિપેન ચંપકલાલ શાહને જામનગર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ. ગુન્હાની વધુ તપાસ સબબ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરતા તા. ૧પ-ર-ર૦ર૪ સુધીના ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial