Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝેરી દવાની અસર થઈ જતાં યુવાનનું મૃત્યુઃ
જામનગર તા. ૧૪ઃ કાલાવડના ભગત ખીજડિયા ગામમાં ભાગમાં ખેતર વાવવા રાખનાર આદિવાસી યુવાન કૂવામાં પાણી જોવા જતી વખતે અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી મોતને શરણ થયા છે. જ્યારે જામજોધપુરમાં એક ખેતરમાં દવાનો છંટકાવ કરતા શ્રમિક યુવાનનું દવાની અસર થઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામમાં આવેલા ગોગનભાઈ રવજીભાઈ ગાજીપરા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના અંબાખેડા ગામના વતની મહેશભાઈ કેશીયાભાઈ બીલોરે નામના આદિવાસી યુવાને તે ખેતર ભાગમાં વાવવા માટે રાખી લીધુ હતું.
તેની સાથે નાનોભાઈ જીતેન્દ્ર કેશીયાભાઈ (ઉ.વ.ર૧) પણ ખેતીકામમાં જોતરાયો હતો. આ યુવાન સોમવારે બપોરે પાણી વાળતો હતો ત્યારે ખેતરમાં આવેલા કૂવામાં પાણી જોવા જતી વખતે તેનો પગ લપસી જતાં જીતેન્દ્ર કૂવામાં ખાબકી ગયો હતો. તેને બહાર કાઢવામાં આવ્યો તે દરમિયાન તેના માથામાં ઈજા જોવા મળતા અને આ યુવાન વધુ પડતું પાણી પી જતાં બેશુદ્ધ જણાઈ આવતા તેને સારવારમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મહેશ બીલોરે પોલીસને જાણ કરી છે.
જામજોધપુરની પાસીયારી સીમમાં આવેલા અરવિંદભાઈ કનેરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે મૂળ પોરબંદરના કુતિયાણા જિલ્લાના ધુવાડા ગામના સાગરભાઈ માધાભાઈ ડાભી (ઉ.વ.ર૧) આવ્યા હતા. આ યુવાન ગઈ તા.૬ની બપોરે જીરાના પાકમાં દવા છાંટી રહ્યા હતા ત્યારે દવાની અસર થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું તેના પિતા માધાભાઈ ભૂરાભાઈ ડાભીએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial