Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાડા ચાર વરસથી સબ સ્ટેશન બની ગયા પછી લાઈનો નાંખવાનુ તંત્ર ભૂલી ગયું !
ખંભાળીયા તા. ૧૪ઃ ખંભાળીયા તાલુકામાં વડત્રા પાસેથી ગ્રામ્ય પંથકમાં જતાં વીજ વોસ્ટેજ તથા વીજ સમસ્યા ખૂબ જ હોય આ પ્રશ્ન હલ કરવા માટે સ્થાનિક આગેવાનોની વારંવાર રજુઆતો પછીખંભાળીયા તાલુકાના બેરાજા ગામે સરકાર દ્વારા કરોડોના ખર્ચે નવું જીઆઈડીસી મંજુર કરાયું હતું.
લાઈનોના કામ ચાલુ થયા સાથે સબ સ્ટેશનનું કામ પણ શરૂ થયું હતું તથા તમામ કરોડોની મશીનરી સાથે અદ્યતન સબ સ્ટેશન તૈયાર થયું પણ વીજ લાઈનો વચ્ચે પોલ ખેડૂતોએ ઉભા ના કરવા દેતાં અટકેલું હતું આ પ્રશ્નને સાડા ચાર વર્ષ થઈ ગયા હતાં. સબ સ્ટેશનમાં કરોડોની મશીનરીના ગેરેટી પિરીડ પણ પુરા થઈ ગયા છતાં પણ લાઈનો ના નખાતા આ સબ સ્ટેશન ઉભુ થઈ ગયું પણ કાર્યરત ના થતાં ગંભીર વીજ પ્રશ્નો રોજ ઉભા થતાં હતાં.
આ ગંભીર પ્રશ્ને રાજ્યના મંત્રી, સંસદ સભ્ય, ભાજપના નેતાઓએ રજુઆતો કરતાં અંતે જે લાઈનોના કામ અધુરા હતાં કે શરૂ થયા ન હતાં તેને પૂર્ણ કરવાનું શરૂ થયું છે. આગામી મહિનામાં વીજ વાયરો-લાઈનો સાથે પોલ ઉભા થઈ જશે અને બેરાજા સબ સ્ટેશન કાર્યરત થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial