Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લા પંચાયત દ્વારા બાલિકા દિવસ નિમિત્તે "તેજસ્વી પંચાયત"

બાલિકાઓ દ્વારા સામાન્ય સભાનું સફળ સંચાલનઃ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરાઈઃ

ખંભાળીયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે તેજસ્વિની પંચાયત કાર્યક્રમની  ઉજવણી કરાઇ હતી. તેમજ મહિલા અનામત, સ્ત્રી સશક્તિકરણ, સામાજિક દુષણો, આરોગ્ય અને પોષણ, જાતિગત સમાનતા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બાલિકા પદાધિકારીઓના હસ્તે વ્હાલી દીકરી યોજના અને બાલિકા પંચાયતના સન્માન પત્ર એનાયત કરાયા હતાં.

સમગ્ર રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા  વિશેષ રીતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું . દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સભાખંડમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વિની પંચાયત કાર્યક્રમની ઉમંગભેર ઉજવણી કરવામાં  આવી હતી. બાલિકાઓ દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સંચાલન કરવામાં આવ્યું હતું.  જેમાં ઉત્સાહભેર બાલિકાઓએ સહભાગી થઈ મહિલા અનામત, સ્ત્રી સશક્તિકરણ, સામાજિક દુષણો, આરોગ્ય અને પોષણ, જાતિગત સમાનતા, દીકરીઓના જન્મ અને શિક્ષણ, મતદાન જાગૃતિ અભિયાન વગેરે મુદ્દે રસપ્રદ પ્રશ્નોત્તરી, ચર્ચા અને રજૂઆત કરી હતી. ત્યારબાદ વ્હાલી દિકરી યોજનાના હુકમ વિતરણ અને જિલ્લામાં રચના થયેલ બાલિકા ગ્રામ પંચાયતનું સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ તેજસ્વિની જિલ્લા પંચાયતમાં બાલિકા ગ્રામ પંચાયત બાંકોડી, વિરપુર, પીપળીયા, હાપા લાખાસર તેમજ વિવિધ ક્ષેત્રે અગ્રેસર બાલિકાઓ સહભાગી થઈ હતી. આ બાલિકાઓને સમાજમાં રહેલ ભેદભાવ દૂર કરી સમાનતા લાવવા અને સમાજનાં મુખ્ય પ્રવાહમાં સામેલ કરી તેમનામાં આત્મવિશ્વાસ કેળવવા અને લોકશાહીના મુલ્યો તથા નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાનાં આશયથી તેજસ્વિની જિલ્લા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સમગ્ર સંચાલન જિલ્લાના તમામ ગામોમાંથી ગઠીત કરવામાં આવેલ બાલિકા પંચાયત દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અશોક શર્મા અને જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી ધાનાણી દ્વારા  બેટી બચાઓ બેટી પઢાઓ અને તેજસ્વિની પંચાયતની રેલીને લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રી કારોબારી સમિતિ, ચેરમેન મહિલા અને બાળ વિકાસ સમિતી, ચેરમેન ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિ, ચેરમેન જાહેર બાંધકામ સમિતિ, જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચ બાંકોડી ગ્રામ પંચાયત, પ્રમુખ નગરપાલિકા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh