Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૨.૫ લાખથી વધુ શિક્ષિત બેરોજગારોમાંથી માત્ર બત્રીસ યુવાઓને જ મળી સરકારી નોકરી...!

શિક્ષિત યુવાઓને રોજગારીની તકો અંગે વાયબ્રન્ટ ગુજરાતની ગુલબાંગો ખોટી ઠરી

ગાંધીનગર તા. ૧૪ઃ વાઈબ્રન્ટ ગુજરાતમાં શિક્ષિત યુવાઓને રોજગારીની ઘણી તકો છે, તેવી ગુલાબાંગો પોકારવામાં આવી રહી છે, પણ કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતના શિક્ષિત યુવાઓના સરકારી નોકરી મેળવવાના સપના પૂર્ણ થઈ શક્યા નથી. જાણીને નવાઈ લાગે તેવી વાત એ છે કે, છેલ્લા બે વર્ષમાં આખાય ગુજરાતમાં ૩ર જણાંને સરકારી નોકરી મળી શકે છે. સરકાર ભરતી કેલેન્ડર આધારે ભરતી જ કરતી નથી, પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

સરકારી નોકરી મેળવવી એ શિક્ષિત યુવાઓનું સપનું રહ્યું છે. કોચિંગ ક્લાસથી માંડીને હોસ્ટેલ પાછળ હજારો રૂપિયા ખર્ચીને યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અથાગ મહેનત કરતા હોય છે, પણ કમનસીબી એ છે કે, સરકાર ભરતી કેલેન્ડર મુજબ ભરતી જ કરતું નથી. હટ્ઠજારો શિક્ષિત યુવાઓ સરકારી નોકરીની ભરતી થશે તેની વાટમાં ખાનગી કોન્ટ્રાક્ટના આધારે નોકરી કરવા મજબુર છે. સરકારને પણ ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરવાને બદલે કોન્ટ્રાક્ટથી આખુય સરકારી તંત્ર ચલાવવામાં રસ છે.

વિધાનસભામાં બેરોજગારીને લઈને સવાલ ઉઠતા સરકારે જવાબ આપ્યો છે કે, ગુજરાતમાં કુલ મળીને ર૯ જિલ્લામાં ર,૩૮,૯૭૮ શિક્ષિત બેરોજગારો અને ૧૦,૭પ૭ અર્ધશિક્ષિત બેરોજગારો સરકારી ચોપડે નોંધાયા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, સરકાર શિક્ષિત યુવાઓને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. સાથે-સાથે સરકારી નોકરીના સપના તો સરકાર પૂર્ણ કરી શકી જ નથી. સરકારના આંકડા દર્શાવે છે કે, અમદાવાદ, આણંદ, વડોદરા અને ભાવનગરમાં નોંધાયેલા બેરોજગારોની સંખ્યા વધુ છે. ખુદ સરકારે આ વાતની કબુલાત કરી છે કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં રર, ભાવનગરમાં ૯ અને ગાંધીનગરમાં ૧ એમ કુલ મળીને ૩ર શિક્ષિત યુવાઓ સરકારી નોકરી મેળવી શક્યા છે. આમ સરકારનું ભરતી કેલેન્ડર કાગળ પર જ રહ્યું છે. નિયમિત રીતે ભરતી કરાશે તેની સરકારની સુફિયાણી વાતોનો ફિયાસ્કો થયો હોવાના પ્રત્યાઘાતો સામે આવી રહ્યાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh