Advertisement
Author: નોબત સમાચાર

મિત્રના પત્નીએ કરેલા ફોન પછી શંકા કરી યુવાનને એક શખ્સે હુલાવી છરી

સ્ટ્રીટલાઈટના મુદ્દે ફાચરીયા ગામમાં વૃદ્ધ પર છરીથી હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર નજીકના ફાચરીયાના એક વૃદ્ધ પર શનિવારે રાત્રે સ્ટ્રીટલાઈટના મુદ્દે છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે મિત્રની પત્નીએ કરેલા ફોન અંગે યુવાને પોતાના મિત્રને જાણ કરતા તેના પર પાઈપ-છરીથી હલ્લો કરવામાં આવ્યો હતો.

જામનગર તાલુકાના ફાચરીયા ગામમાં રહેતા ધીરજભાઈ જીવરાજભાઈ દરગાણી નામના ૬૨ વર્ષના વૃદ્ધ શનિવારે પોતાના ઘરે હતા ત્યારે ઘરની બાજુમાં આવેલા મંદિર પાસે અંધારૃં હોવાથી આ વૃદ્ધ મંદિર નજીક સ્ટ્રીટલાઈટ ચાલુ કરીને બેઠા હતા. આ વેળાએ ત્યાં ઘસી ગયેલા વલ્લભભાઈ રવજીભાઈ દરગાણી નામના શખ્સે સ્ટ્રીટલાઈટ ચાલુ કેમ કરી તેમ કહી બોલાચાલી કર્યા પછી પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી ધીરજભાઈને તેનો ઘા ઝીંકી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જામનગર નજીકના ઢીંચડા રોડ પર આવેલા તિરૂપતિ પાર્ક-રમાં રહેતા રિઝવાનખાન ઈસરારખાન પઠાણ તથા ઢીંચડામાં રહેતા સોહીલ હાજીભાઈ પતાણી નામના બે મિત્રમાંથી સોહીલ પતાણીના પત્નીએ ફોન કરીને રિઝવાનખાનને પૂછ્યું હતું કે મારા પતિ કોઈ નશાની લતે કે આડા રસ્તે ચડી ગયા નથી ને? આ બાબતની રિઝવાન ખાને પોતાના મિત્ર સોહીલને જાણ કરી હતી. તેથી મારા ઘરમાં દખલ કેમ દેશ તેમ કહી શનિવારે રાત્રે તિરૂપતિ પાર્ક-૨માં સોહીલે પાઇપ તથા છરી વડે રિઝવાનખાન પર હુમલો કરી તેને માર માર્યાે હતો. જેમાં જમણા પડખામાં છરી વાગી જતા લોહીલુહાણ બની ગયેલા રિઝવાનખાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તેણે પોલીસમાં સાહિલ સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh