Advertisement
Author: નોબત સમાચાર

મહાબળેશ્વરમાં પાંચ હજાર મિ.મી.થી વધુ વરસાદ

અલનીનોની આગાહી વચ્ચે

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૦: અલનીનોની અસર વચ્ચે મહાબળેશ્વરમાં પાંચ હજાર મિ.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલ છે.

'અલનીનો'ની અસર હેઠળ દેશભરમાં ઓછા વરસાદની હવામાન નિષ્ણાતોની આગાહી છતાં મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ પડી ગયો છે. તેમાં પણ મુંબઈ નજીકના હિલ સ્ટેશન ગણાતા મહાબળેશ્વરમાં તો આ વર્ષે વરસાદે અગાઉનો રેકોર્ડ જ બ્રેક કરી નાખ્યો છે. અત્યાર સુધીમાં મહાબળેશ્વરમાં પ.૦૦૦ મિલીમીટરથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. અધિકારીના કહેવા મુજબ અલનિનોને કારણે વરસાદનો ડર હતો પણ આ વર્ષે તો વરસાદે રેકોર્ડ જ તોડી નાખ્યો છે.

મહાબળેશ્વર નગર પાલિકાના ડેટા મુજબ આ વર્ષે મહાબળેશ્વરમાં ૨૦ જૂનથી પાંચ ઓગષ્ટ સુધીના લગભગ દોઢેક મહિનાના ગાળામાં ૫.૦૦૦ મિલીમીટરથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. આ અગાઉ ૧૯૭૭માં ૩૧ જુલાઈ સુધીમાં ૩.૭૦૭ મિ.મી.ના હાઈએસ્ટ વરસાદના રેકોર્ડને તોડીને આ વર્ષે ૩૧ જુલાઈના ૪.૧૨૭.૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

દેશભરમાં આ વર્ષે અલનિનોને કારણે નબળા ચોમાસાની આગાહી કરવામાં આવી હતી. આ વર્ષે ચોમાસાની એન્ટ્રી પણ મુંબઈ સહિત રાજ્યમાં મોડી હતી. લગભગ ૨૩ જૂન બાદ રાજ્યમાં વરસાદ આવ્યો હતો. અને તેમાં પણ જૂનમાં ઓછી માત્રામાં વરસાદ પડયો હતો.

જો કે, જુલાઈ મહીનામાં વરસાદે તમામ કસર પૂરી કરી હતી અને ૩૧ જુલાઈના અંત સુધીમાં મહાબળેશ્વરમાં ૪.૧૭.૬ મિ.મી. વરસાદ પડીને તેણે અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો હતો. હાલ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદે બ્રેક લીધો છે ત્યારે મહાબળેશ્વરમાં હજી પણ વરસાદ ચાલુ છે. સાત ઓગષ્ટ સુધીમાં મહાબળેશ્વરમાં ૫.૦૬૬ મિ.મી. વરસાદ નોેંધાયો હતો. ગયા વર્ષે આ જ સમયે અહીં ૧૫૦ ઈંચ વરસાદ પડયો હતો. તેની સામે આ વર્ષે એનાથી પણ વધુ એટલે કે લગભગ ૨૦૦ ઈંચ વરસાદ પડયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh