Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગર રોડ પર મહિલાને બાઈકની ઠોકરઃ સારવારમાં મૃત્યુ, ચાલક સામે ગુન્હો

ખોડિયાર કોલોની રોડ પર સ્કૂટરને મોટરની ટક્કરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના ગાંધીનગર રોડ પર શનિવારે બપોરે એક મહિલાને બાઈકે ઠોકર મારી દેતા ઘવાયેલા મહિલાનંુ સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. નાસી ગયેલા બાઈકચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે શનિવારે સવારે ખોડિયાર કોલોની રોડ પર એક સ્કૂટરને મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.

જામનગરના દિગ્જામ વુલન મિલ રોડ પર આવેલા ખેતીવાડી ફાર્મ નજીકની ઇન્દિરા કોલોનીમાં વસવાટ કરતા કલીબેન રાજુભાઈ ખીમસુરીયા નામના મહિલા શનિવારે બપોરે અગિયારેક વાગ્યે ગાંધીનગર રોડ પર આવેલા નવી કોર્ટવાળા રોડ પરની વિશ્વકર્મા વાડી પાસે કચરો વીણી રહૃાા હતા.

ત્યારે અચાનક જીજે-૧૦ ડીકયુ ૪૫૩ નંબરનું હિરો મોટરસાયકલ પૂરપાટ ઝડપે ધસી આવ્યું હતું. આ મોટર સાયકલના ચાલકે બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરી કલીબેનને ટક્કર મારી દીધી હતી. ગંભીર ઈજા પામેલા આ મહિલાને માથા સહિતની ઈજાઓની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે. નાસી છૂટેલા મોટરસાયકલના ચાલક સામે કલીબેનના પુત્ર ભરતભાઈ રાજુભાઈ ખીમસુરીયાએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરની ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ મોલ નજીક ગિરિરાજ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા જયેન્દ્રભાઈ મોદી નામના લોહાણા યુવાન શનિવારે સવારે પોતાના સ્કૂટરમાં ખોડિયાર કોલોની રોડ પર આવેલા સંતોષી માતાના મંદિરની સામેની સાઈડથી સાતરસ્તા તરફ જઈ રહૃાા હતા ત્યારે ૨૪-બીએચ ૮૭૭૪-પી નંબરની ટાટા કંપનીની પંચ મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી.

આ મોટરના ચાલકે પાછળથી એકટીવાને ઠોકર મારી દેતા રોડ પર પડી ગયેલા જયેન્દ્રભાઈ બેભાન બની ગયા હતા. આ વેળાએ ત્યાં હાજર લોકોએ ૧૦૮ને કોલ કર્યા પછી આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ યુવાનને અકસ્માતના કારણે માથાના ભાગે મલ્ટીપલ હેમરેજ તથા ફ્રેક્ચર થવા ઉપરાંત તેઓનો મગજનો એક સાઇટનો ભાગ ડેમેજ થઈ જવા પામ્યો છે. તે ઉપરાંત પાંસળી તથા ડાબા ખભ્ભામાં પણ ફ્રેક્ચર થઈ ગયા છે અને હોજરીમાં ઈજા થઈ છે. અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરના ચાલક સામે ભાવિકાબેન જયેન્દ્રભાઈ મોદીએ  સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh