Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહુલ ગાંધીનો લાઈવ કાર્યક્રમ નિહાળાયો
જામનગર તા. ૧૦: જામનગર શહેર કોંગ્રેસ દ્વારા 'છાત્રો કી ગુંજ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રયાગરાજથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કાર્યક્રમને લાઈવ સંબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહૃાા હતા. વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયના મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા સરકાર સામે મોરચો ખોલવામાં આવ્યો છે.
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા યોજાયેલા 'છાત્રો કી ગુંજ' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અને તેમની સમસ્યાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. પ્રયાગરાજથી રાહુલ ગાંધી દ્વારા લાઈવ સંબોધન કરવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયના મુદ્દે કોંગ્રેસ તેમની સાથે મેદાનમાં ઉતરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ 'દર્દ, ડેટા અને દોલત'ના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને લોકો સાથે લાઈવ ચર્ચા કરવામાં આવી હતી.
જામનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, કોર્પોરેટર સહારાબેન મકવાણા, શકિતસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, ભરત વાળા, રવિરાજસિંહ ગોહિલ, સહિતનાઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial