Advertisement
Author: નોબત સમાચાર

ઝારખંડના રાંચીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભાનો ઘેરાવઃ પાણીનો મારો ચલાવાયો

ઝારખંડ સરકારે મહત્તમ માંગણીઓ સ્વીકારી, પરંતુ સીબીઆઈ તપાસના મુદ્દે પેચ ફસાયોઃ ભાજપના નેતાઓની ધરપકડ

                                                                                                                                                                                                      

રાંચી તા. ૧૦: ઝારખંડની રાજધાની રાંચીમાં વિદ્યાર્થીઓનું જેપીએસસી, જેએસએસસી વિરોધી આંદોલન તીવ્ર બન્યુ છે અને આજે સવારથી આગેકૂચ કરી રહેલ વિદ્યાર્થીઓએ વિધાનસભાને ઘેરાવ કરતા પોલીસે વોટરકેનન દ્વારા પાણીનો મારો ચલાવ્યો છે.

ઝારખંડની રાજધાની રાંચીમાં વિદ્યાર્થી આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. આજે સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળ્યા હતાં, જ્યાં, ૬ સ્તરની સુરક્ષા ગોઠવવામાં આવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહૂ સહિત અનેક નેતાઓની પોલીસે અટકાયત કરી છે. સરકારે મોટાભાગની માંગણીઓ સ્વીકારવાનો દાવો કર્યો છે. પરંતુ સીબીઆઈ તપાસનો મુદ્દો હજુપણ વણ ઉકેલ્યો છે. છેલ્લા અહેવાલો મુજબ વિદ્યાર્થીઓએ ૬ બેરીકેડીંગ તોડી નાંખીને વિધાનસભા સંકુલને ઘેરવા આગળ વધતા પોલીસે વોટરકેનન દ્વારા વિદ્યાર્થીઓ પર પાણીનો મારો ચલાવ્યો છે.

આજે સવારથી જ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિધાનસભાનો ઘેરાવ કરવા માટે નીકળી પડ્યા હતાં. આંદોલનને જોતા વિધાનસભાની ચારેય તરફ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. જો કે, વિદ્યાર્થીઓ કેટલાક બેરીકેડ ઓળંગીને વિધાનસભા તરફ કૂચ કરી રહ્યાં છે.

તાજા સમાચાર મુજબ વિધાનસભાની સુરક્ષા માટે કુલ ૭ લેયર બેરિકેડીંગ કરવામાં આવ્યું હતું. નવી અને જુની વિધાનસભાના રસ્તા વચ્ચે ૬ જગ્યાએ કડક બેરિકેડ્સ ઊભા કરાયા હતાં. જો કે, આંદોલનકારી વિદ્યાર્થીઓએ એક પછી એક કરીને અત્યાર સુધીમાં ૬ બેરિકેડ્સ તોડી નાખ્યા છે. હવે સાતમું અને છેલ્લું બેરિકેડ બાકી છે, જેને પણ વિદ્યાર્થીઓ તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો આ છેલ્લું બેરિકેડ તૂટશે તો વિદ્યાર્થીઓ સીધા વિધાનસભા પરિસરમાં પ્રવેશ કરી જશે, તેમ આ લખાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને ઝારખંડ પોલીસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, અને પોલીસે વોટરકેનન દ્વારા વિદ્યાર્થીઓ પર પાણીનો જોરદાર મારો ચલાવ્યો હોવા છતાં વિદ્યાર્થીઓ મચક આપી રહ્યાં નહીં હોવાથી પોલીસ તથા આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે.

ઝારખંડના સીએમ હેમંત સોરેનની સરકારના મંત્રી યોગેન્દ્ર પ્રસાદે કહ્યું કે, આંદોલનમાં ભારતીય જનતા પાર્ટી પડદાં પાછળથી બેટિંગ કરી રહી છે. ઝારખંડના અન્ય એક મંત્રી સુદિવ્ય સોનુએ કહ્યું છે કે, સરકારે હાઈ લેવલ સમિતિ બનાવીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહી છે. તેમની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુએ કહ્યુું છે કે, મુખ્યમંત્રી સોરેને સ્પષ્ટ કરવું જોઈએ કે, તેઓ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગે છે કે નહીં, વિદ્યાર્થીઓની માંગ છે કે, સમગ્ર મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ તો તેમાં વાંધો શું છે ? મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીના કહેવામાં આવી ગયા છે ?

મળતા અહેવાલો મુજબ ઝારખંડની રાજધાની રાંચીમાં જેપીએસસી-જેએસએસસી વિરોધ પ્રદર્શન દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલા નેતા કુશ મહતો બીમાર પડી ગયા છે. તેમને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh