Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમરાપરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયોઃ
જામનગર તા. ૧૦: કાલાવડના ખાનકોટડા ગામમાં ઝેરી જનાવર કરડી જતાં વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જામજોધપુરના અમરાપરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. જ્યારે ડ્રીલ મશીનની સ્વિચ ચાલુ કરતા વીજ આંચકો લાગતા નગરના યુવાન મોતને શરણ થયા છે.
કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતા ભીમજીભાઈ પાંચાભાઇ વાટલીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધ ગઈ તા.૩૧ની સવારે પોતાના ખેતરમાં ખેતીકામ કરતા હતા ત્યારે આ વૃદ્ધને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેઓને ઝેરી અસર થઈ હતી. સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલા ભીમજીભાઇનું મૃત્યુ નીપજ્યું છે. પુત્ર નિકુંજભાઈ વાટલીયા એ પોલીસને જાણ કરી છે.
જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં રહેતા વિરમભાઈ રામભાઈ વરૂ (ઉ.વ.પર) નામના પ્રૌઢ ગઈકાલે સવારે પોતાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવી જતા ઢળી પડ્યા હતા. તેઓને સારવારમાં ખસેડાયા હતા જ્યાં આ વૃદ્ધનું મૃત્યુ થયાનું પુત્ર કેતને જાહેર કર્યું છે.
જામનગરના ચૂનાના ભઠ્ઠા પાસે વસવાટ કરતા કૌસલભાઈ રવજીભાઈ ઢાપા (ઉ.વ.રર) નામના યુવાન નાળીયેરની રેંકડીમાં શનિવારે સાંજે હોલ પાડવા માટે ડ્રીલ મશીનથી કામ કરતા હતા ત્યારે મશીનની સ્વિચ ચાલુ કરતા તેઓને વીજ આંચકો લાગ્યો હતો. આ યુવાનને સારવારમાં લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા રવજીભાઈ મગનભાઈ ઢાપાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial