Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં માત્ર હળવું વરસાદી ઝાપટું

હવામાન વિભાગની આગાહી વચ્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે જામનગરમાં હળવું ઝાપટું વરસી જતા માર્ગો ભીના થયા હતાં અને વાતાવરણમાં પણ વરસાદી માહોલ જળવાયો છે.

જામનગરમાં આમ તો મેઘરાજાએ છેલ્લા એક અઠવાડિયાથી વિરામ લીધો છે, જો કે પહેલા પણ અપૂરતો વરસાદ થયો હોવાથી લોકો, ખેડૂતો સારા વરસાદની રાહમાં છે.

દરમિયાન આજે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે, અને મેઘાવી માહોલ જળવાયો છે. દરમિયાન બપોરે જામનગરમાં માત્ર હળવું વરસાદી ઝાપટું વરસતા માત્ર રોડ ભીના થયા હતાં. આ સિવાય બપોરે ૧ર વાગ્યા સુધી જિલ્લામાં ક્યાંય વરસાદના વાવડ નથી.

જો કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને લોકો-ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh