Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ અને ધારાસભ્યની દરમિયાનગીરી તથા ખાત્રીના પગલે
ખંભાળિયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વડાલિયા સિંહથી દ્વારકા દ્વારકા ગુજરાત સરકારની જી.એસ.પી.એલ. કંપની દ્વારા ગેસની પાઈપલાઈન નાખવાના પ્રશ્ને ખંભાળિયામાં ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન ધરણાં છેલ્લા અગિયાર દિવસથી શરૂ કરાયેલા જે આંદોલન પૂર્ણતાના આરે પહોંચ્યું છે.
સાંસદ પૂનમબેન માડમના ખાસ પ્રયત્નોથી જી.એસ.પી.એલ. કંપનીના આઠ જેટલા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ખંભાળિયા આવ્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરીમાં સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આ અધિકારીઓ ૧પ૦ જેટલા ખેડૂતો તથા આગેવાનોને મળ્યા હતાં. તેમની રજૂઆતો તથા વિવિધ માંગો સાંભળી હતી. જે વખતે નાયબ કલેક્ટરો રિદ્ધિ રાજ્યગુરુ, પ્રાંત ખંભાળિયા કે.કે. કરમટા તથા પ્રાંત દ્વારકા ઉપસ્થિત રહ્યા હતાં.
ખેડૂતો આંદોલનના એક આગેવાન જયરાજસિંહ જાડેજાએ જણાવેલ કે અમારી મુખ્ય માંગ વળતર વધારવા તથા વળતર પછી જેસીબી કામ કરે તેવી હતી જે સાંસદ પૂનમબેને સ્વીકારી છે તથા પંચકયાસ કાર્ય કરીને ર૦-ર૦ મીટરમાં નિશાન કરીને તેમાં આવતા વૃક્ષો, વાવ-કૂવા, જમીનની ફળદ્રુપતા વિગેરે નક્કી કરીને વળતર અપાશે અને આ કાર્ય તા. ૧૮/૮ સુધીમાં કરવા પણ નક્કી થયું છે, ત્યારે તમામ ખેડૂતો મળીને આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ જણાવેલ કે અગાઉ કંપની દ્વારા સાત હજાર રૂપિયા વળતર નક્કી કરાયેલું તેમાં વધારો કરીને ૧૯ હજાર ઉપરાંત વળતર કરાયું છે, તેમાં પણ વધારો થશે તથા તાત્કાલિક જમીન સંપાદન અધિકારી નીમીને તેઓ તમામ ખેડૂતો સાથે બેઠકો કરશે તથા જેમ પંપક્યાસ થતો જાય તેમ વળતર ચૂકવાતું જશે અને વળતર ચૂકવાયા પછી જ કામ ચાલુ થશે.
ખેડૂતો આંદોલન બાબતે અગાઉ કોંગ્રેસ કિસાન પ્રમુખ પાલભાઈ આંબલિયા તથા આપના ઈશુદાન ગઢવી દ્વારા પણ મુલાકાતો ઉપવાસી છાવણીની લેવામાં આવી હતી તથા ધારાસભ્ય મૂળુભાઈ બેરા દ્વારા પણ ખેડૂતોની મુલાકાત લઈને ગાંધીનગર મુખ્યમંત્રીને પણ રૂબરૂ રજૂઆતો કરી હતી, જે પછી સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્યના સફળ પ્રયત્નોથી આંદોલન પૂર્ણતા તરફ વળ્યું છે. ખેડૂતોની માંગ વધુ વળતર, પંચ કયાસ તથા વળતર પછી કામ નક્કી થયું છે.
જેમ કામ કરવાનું થશે તે પ્રમાણે તે તે વિસ્તારના ખેડૂતો સાથે બેઠકો કરી પંચ કપાસ કરીને વળતર ચૂકવીને પછી જ કામ કંપની શરૂ કરશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial