Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોરબંદરના મિયાણીના શખ્સે આપ્યું હોવાની કબૂલાતઃ
જામનગર તા. ૧૦: કલ્યાણપુરના રાવલ ગામમાં શનિવારે એસઓજી ટીમે પાડેલા દરોડામાં એક શખ્સના મકાનમાંથી ૧ કિલો ૩૬ ગ્રામ ચરસ ઝડપાઈ ગયું છે. આ શખ્સે પોરબંદરના મિયાણી ગામના શખ્સ પાસેથી ચરસ લીધાની કબૂલાત કરી છે.
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં હનુમાનધાર વિસ્તારમાં એક શખ્સના મકાનમાં ચરસનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી દ્વારકા એસઓજીના પીઆઈ વી.એ. રાણા, પીએસઆઈ ડી.એ. વાળાના વડપણ હેઠળની ટીમે શનિવારે દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા રામાભાઈ ચનાભાઈ ગામી નામના શખ્સના મકાનમાં તલાશી લેવાતા એક કિલો છત્રીસ ગ્રામ જેટલો ચરસનો જથ્થો સાંપડ્યો હતો. અંદાજે રૂ।.૨ લાખ ૫૯ હજારની કિંમતના માદક પદાર્થના આ જથ્થા તથા મોબાઈલ સાથે રામાભાઈની અટકાયત કરવામાં આવી છે.
આ શખ્સની પૂછપરછ કરાતા તેણે પોરબંદરના મીયાણી ગામના કરશન લખુભાઈ વાઘેલા પાસેથી વેચાણ માટે ચરસ લીધુ હોવાની કબૂલાત કરી છે. બંને સામે કલ્યાણપુર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial