Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની ૯ દીકરીને જિલ્લા તંત્રે શરૂ કરાવ્યો અભ્યાસઃ શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું

શાળાએ જ ગઈ ન હોય કે અભ્યાસ છોડી દીધો હોય તેવી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર જિલ્લા વહીવટીતંત્ર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં શાળાએ ન જતી અને વિવિધ કારણોસર અભ્યાસથી વંચિત રહેલી કુલ ૯ દીકરીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પુનઃ પ્રવેશ અપાવવામાં સફળતા મળી છે. આ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણના અધિકારને સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કક્ષાએ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ અનુસંધાને કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ હતી. જેમાં પુનઃપ્રવેશ મેળવનાર દીકરીઓ સાથે સંવાદ, દીકરીઓએ શાળા છોડવા પાછળના પોતાના કારણો જણાવ્યા હતા. સંબંધિત અધિકારીઓએ પણ તેમના પ્રશ્નો અને પડકારોને ધ્યાનપૂર્વક સાંભળીને જરૂરી સહાય અને માર્ગદર્શન આપવા ખાતરી વ્યક્ત કરી હતી.

કલેક્ટરે દીકરીઓ સાથે હ્ય્દયસ્પર્શી સંવાદ કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનમાં પ્રગતિ અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ છે. દરેક દીકરીને પોતાના સપનાઓ સાકાર કરવાની સમાન તક મળવી જોઈએ અને તે માટે શિક્ષણ અત્યંત આવશ્યક છે. તેમણે દીકરીઓને નિયમિત રીતે શાળામાં હાજરી આપી અભ્યાસ ચાલુ રાખવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને સમાજ માટે પ્રેરણારૂપ બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે તમામ દીકરીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા, શાળા છોડનાર બાળકોની ઓળખ કરી તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવા તથા કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહૃાા છે. જિલ્લામાં બાળ અધિકારોના સંરક્ષણ અને બાળકી શિક્ષણના પ્રોત્સાહન માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો પણ અમલમાં છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, મહિલા અને બાળ અધિકારી પૂજા ડોડીયા, સખી વન સ્ટોપ સેન્ટર, પ્રિવેન્ટી રેસ્ક્યુ  સેન્ટર, ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર વીમેનના સભ્યો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh