Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વચ્છતા એટલે નાગરિકોની સામૂહિક જવાબદારીઃ
જામનગર તા. ૧૦: સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ-૨૦૨૬ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી જામનગર જિલ્લામાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત કક્ષાએ સ્વચ્છતા શપથ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-૨૦૨૬ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમો દરમિયાન ઉપસ્થિત નાગરિકો, જનપ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, કર્મચારીઓ, સ્વચ્છતા મિત્રોને સ્વચ્છતા જાળવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
નાગરિકોને સ્વચ્છતા સપ્તાહ દરમિયાન હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનોને ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવા, જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા, પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા તેમજ પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા માત્ર સરકારી અભિયાન નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ-૨૦૨૬ હેઠળ કરવામાં આવેલા નવા સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને ઘરેથી ઉત્પન્ન થતા કચરાનું સ્ત્રોત સ્તરે જ ચાર અલગ-અલગ શ્રેણીમાં વર્ગીકરણ કરવાના નિયમ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં ભીનો કચરો, સુકો કચરો, જોખમી કચરો અને સેનિટરી કચરો અલગ રાખવાની પદ્ધતિ તથા તેના પર્યાવરણલક્ષી અને સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ લગત અધિકારીઓ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial