Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ નજીકના ત્રિકમાચાર્ય બાપુના આશ્રમમાં
ખંભાળીયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શનમાં ભાણવડ પાસે ત્રિકમાચાર્ય બાપુના આશ્રમ ઘુમલીમાં ભાણવડ શહેર તથા તાલુકા ભાજપ મંડળનો બે દિવસનો પંડિત દીનદયાળ ઉપાધ્યાય મહા અભિયાન પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો.
દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, રાજુભાઈ ભરવાડ, પરબતભાઈ ભાદરકાની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય મૂળુભાઈ બેરા દ્વારા આ પ્રશિક્ષણ વર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જુદા જુદા સાત વિષયોના સંદર્ભમાં વિશેસજ્ઞ વક્તાઓ દ્વારા વિશેષ જાણકારી આપવામાં આવી હતી તથા વિશેષ પ્રદર્શન યોજાયું હતું જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિશેષ યોજનાઓ તથા જાણકારી સાથે જન કલ્યાણ કેન્દ્ર, રાજ્યની વિશેષ લાભદાયક યોજનાઓ પી.એમ.સૂર્ય ઘર, સૌની યોજના, મા અમૃત કાર્ડ, બેટી બચાવો બેટી પઢાવો, કિસાન સમૃદ્ધિ યોજના, ઉજવલા યોજના, એક પેડ માં કે નામ વિગેરે મુદ્દાઓની ચર્ચાઓ થઈ હતી.
ભાણવડ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ કનારા સહિતના આગેવાનો જોડાયા હતા તથા સંગઠન વિશે બુથ સશક્તિકરણ સંદર્ભમાં પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial