Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલના રાજપૂત છાત્રાલયમાં યોજાયેલા
ધ્રોલ તા. ૧૦: ધ્રોલમાં શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ સ્મૃતિ રકતદાન કેમ્પ સંપન્ન થયો છે, જેમાં રકતદાતાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો, અને ૧૪૭ બોટલ રકત એકત્રિ થઈ હતી. તે ઉપરાંત ૭૨ લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.
ધ્રોલમાં આવેલ શ્રી દીપસિંહજી રાજપૂત છાત્રાલયમાં સ્વ. જાડેજા ભાગ્યપાલસિંહ હેમંતસિંહ તથા સ્વ. જાડેજા નિર્મળસિંહ નારૂભા જાડેજા તથા સ્વ ડો. ઉષાકાંત શુકલની પુણ્યસ્મૃતિમાં ભવ્ય 'શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ સ્મૃતિ રક્તદાન કેમ્પ' તથા સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવસેવા યજ્ઞમાં ધ્રોલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો, યુવાનો, મહિલાઓ અને અગ્રણીઓએ રક્તદાન કર્યું હતું.
કેમ્પ દરમિયાન સવારથી જ રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જામનગરની જી.જી. હોસ્પિટલ (બ્લડ બેંક)ના તબીબી અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા વિશેષ સેવાઓ આપીને સુરક્ષિત રીતે કુલ ૧૪૭ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ સાથે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પનો ૭૨ જેટલા દર્દીઓએ લાભ મેળવી જરૂરી તબીબી માર્ગદર્શન અને સારવાર મેળવી હતી.
આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખના પતિ અને જામનગર જિલ્લા ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ ડી.ડી. જીવાણી, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નવલભાઈ મુંગરા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રસિકભાઈ ભંડેરી, યુવા મોરચાના પ્રમુખ ભગીરથસિંહ જાડેજા તથા હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહૃાા હતા.
આ ઉપરાંત પી.ટી જાડેજા, સંજયસિંહ જાડેજા, મહેશભાઈ ચીખલીયા, ભીમજીભાઈ મકવાણા અને ચંદ્રેશભાઈ ભંડેરી, જીજુભા જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સહિતના અનેક રાજકીય-સામાજિક અગ્રણીઓએ હાજરી આપી આયોજકો અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી ભાગ્યપાલસિંહ મિત્ર વર્તુળના ગિરિરાજ સિંહ જાડેજા, સ્વ. માધવસિંહજી પરિવાર (જાબીડા), ડો. ઉશાકાંત શુકલ ટ્રસ્ટ, હરધ્રોલ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન અને શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે આયોજક મંડળ દ્વારા તમામ રક્તદાતાઓ, ઉપસ્થિત અગ્રણીઓ, તબીબી ટીમ તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામનો હ્ય્દયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial