Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભલસાણમાંથી ત્રણ બોટલ સાથે એક પકડાયોઃ
જામનગર તા. ૧૦: જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં એક ઈમારતમાં આવેલા સ્પા ઉપર બંધ મકાનમાં શનિવારે રાત્રે દારૂની મહેફિલ માણતા આઠને પકડી લેવાયા હતા. જ્યારે ભલસાણ ગામમાંથી એક શખ્સને દારૂની ત્રણ બોટલ સાથે પકડી લેવાયો હતો.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટી નજીક એક ઇમારતમાં કાર્યરત સ્પાની ઉપર બંધ મકાનમાં શનિવારે રાત્રે કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ ઇંગ્લિશ દારૂની મહેફિલ માણી રહૃાા હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ઈંગ્લીશ દારૂની મોજ માણતા અલ્પેશ જમનભાઈ પોપલીયા, કેવલ જીતેન્દ્રભાઈ વાઘેલા, જીગ્લેમ રંગફા વેંગજેન, નીલમબેન સવજીભાઈ સોલંકી, અનંંગ કાસુ બીટીંગ, એન્જલ પાસંગ સેરપા, નાગસોંગ રંગોન વાંગઝોન તથા કિરોંગ યારબો લીટીન નામના આઠ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે દારૂની ૧૦૦ એમએલ ભરેલી એક બોટલ સ્થળ પરથી કબજે કરી તમામ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર તાલુકાના ભલસાણ ગામમાં ગઈરાત્રે પસાર થતાં મચ્છરનગર પાસે પુનીતનગરવાળા બ્રિજરાજ સિંહ સુખદેવસિંહ ગોહિલ નામના શખ્સને પોલીસે પકડી લઈ તલાશી લેતા તેની પાસે દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. આ શખ્સે સન્ની વર્મા નામના શખ્સનંુ નામ આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial