Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાનમાં અડધા ડીગ્રીનો વધારો:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાનઅડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનં થઈ રહેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે.

જામનગરમાં વરસાદી ઝાપટાએ વિરામ લીધા પછી તાપમાનમાં વધારાનો દોર શરૂ થયો છે. છેલ્લા એક સપ્તાહમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે સાડાપાંચ ડીગ્રીનો વધારો થયો છે. ગત્ ચોવીસ કલાકની વાત કરીએ તો અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો છે. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ખાસ કરીને બપોરે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh