Advertisement
Author: નોબત સમાચાર

ભાણખોખરીમાં મકાનમાં મળી આવ્યું જુગારધામઃ સાત પત્તાપ્રેમી પકડાયા

કેળાની વખારમાં જુગાર રમતા ચાર ઝડપાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: ખંભાળિયાના ભાણખોખરીના એક મકાનમાંથી પોલીસે જુગારનો અખાડો પકડી પાડ્યો છે. સાત પત્તાપ્રેમી રૂ।.૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે મળી આવ્યા છે. ખંભાળિયામાં કેળાની વખારમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા છે અને રૂપેણબંદર પાસેથી પાંચ પત્તાપ્રેમીની ધરપકડ કરાઈ છે.

 

ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામની સીમમાં એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી શનિવારે રાત્રે પોલીસે ધરણાંત આલાભાઈ ચુડાસમા નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.

ત્યાં નાલ આપી જુગાર રમતા મનોજ ઉર્ફે વિજયભાઈ મોહનભાઈ સોનગરા, રીછાભાઈ ગગાભાઈ પીંડારીયા, લખમણ દેવશીભાઈ પીંડારીયા, અશ્વિન ડાડુભાઈ કરમુર, કરશનભાઈ ખીમાભાઈ આંબલીયા, કરશનભાઈ કચરાભાઈ કરમુર નામના છ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૨૦૫૩૦૦ રોકડા, છ મોબાઈલ, ચાર બાઈક, ઈકો મોટર મળી કુલ રૂ।.૫૦૦૮૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ખંભાળિયામાં ગાયત્રી નગરમાં વસવાટ કરતા અને ફળની લારી ચલાવતા સંદીપ પરસોત્તમભાઈ નાગર નામના શખ્સની કેળાની વખારમાં શનિવારે બપોરે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં નાલ આપી જુગાર રમતા જીતેન્દ્રસિંહ હેમતસિંહ વાળા, ખેરાજભાઈ જેસાભાઈ કારીયા, ભીખુભાઈ રાયાભાઈ ધારાણી નામના શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।. ૨૧,૧૦૦ કબજે કરાયા છે.

દ્વારકાના રૂપેણ બંદર ચેક પોસ્ટ પાસે બાવળની ઝાળીમાં તીનપત્તી રમતા અજય દિલીપભાઈ દેવીપુજક, વિનુ ગોવિંદભાઈ સોલંકી, નવાઝ ઈકબાલ શેખ, ધર્મેશ અશોક દેવીપુજક, ભાવેશ રમેશભાઈ વાસાણી નામના પાંચ શખ્સને પકડી લેવાયા છે. પટમાંથી ૧૨૬૫૦ ઝડપી લેવાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh