Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મસીતિયામાં જુગાર રમતા એક મહિલા સહિત આઠ મળી આવ્યાઃ બે ફરારઃ ઘોડીપાસાથી જુગાર રમતા બાર સામે કાર્યવાહીઃ
જામનગર તા. ૧૦: જામનગરના શંકરટેકરી, ગુલાબનગરમાં જુગારના બે દરોડામાં નવ શખ્સ પકડાયા હતા. જોડીયામાં ગઈરાત્રે રાજકોટ રેન્જના આઈજીની ટીમે પાડેલા દરોડામાં નવ શખ્સ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. મોડપર, ધ્રોલ તથા મસીતીયામાં ત્રણ દરોડામાં ૧૯ શખ્સ તથા એક મહિલા જુગાર રમતા પકડાઈ ગયા હતા અને નાસી જવામાં સફળ થયા હતા. ઘોડીપાસાથી જુગાર રમતા ૧૨ શખ્સ અને ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા પાંચ શખ્સને પકડી લેવાયા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી મામદશા પીરની દરગાહ વાળી ગલીમાં શનિવારે સાંજે કેટલાક શખ્સ એકઠા થઈ ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી તીનપતી રમતા ફારૂક ઈકબાલ ખફી, ભીખુ કાસમ ચના, સલીમ મામદ ખીરા, ઈમરાન હુસેન તાયાણી તથા મામદ અલારખા સંધી નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૩,૯૦૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગર તાલુકાના મોડપર ગામમાં શનિવારે સાંજે જુગાર રમાતો હોવાની વિગત મળતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં દરોડો પાડયો હતો. આ સ્થળે બાવળની ઝાળીમાં ગંજીપાના કુટી રહેલા ભરત છગનભાઈ ધામેચા, રામજીભાઈ જેન્તીભાઈ રાઠોડ, ઇમરાન મહમદભાઈ શાહમદાર, કિશોર જેઠાભાઈ ખરા તથા દાનાભાઈ દુદાભાઈ મકવાણા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૮,૫૫૦ રોકડા ઝબ્બે લીધા છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા હાપા ગામ પાસે કિયા કંપનીની મોટરના શોરૂમ નજીક એક ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી સ્થાનિક ગુન્હાશોધક શાખાના યુવરાજસિંહ, દિલીપભાઈ તલાવડીયા, મયુરસિંહને મળતા પીઆઈ વી.બી. ચૌધરીની સૂચનાથી પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે શનિવારે સાંજે ત્યાં આવેલા ગુજરાત રીપેરીંગ વર્કસ નામના ગેરેજની ઉપર ઓરડીમાં દરોડો પાડ્યો હતો.
કાલાવડ નાકા બહાર આવેલા રબાની પાર્કમાં રહેતા મોહસીન સતાર સાટી નામના શખ્સની આ ઓરડીમાં નાલ આપી ત્યાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા વિવેક જયરાજભાઈ ચૌહાણ, ઈસુબભાઈ આમદભાઈ આમરોણીયા, સુનિલ સુરેશભાઈ મારૂ, મુસ્તકીમ નઝીર લુસવાલા, મુસ્તફા સિદ્દીક ગલેરીયા, શબ્બીર ગુલામ ખેરાણી, અનવર મહેબૂબ શાહમદાર, અબુ કાસમ મતવા, અખ્તર નુરમામદ શેખ, શબ્બીર મોહમ્મદભાઈ ધમાલિયા, ઇરફાન સલીમ બ્લોચ નામના ૧૧ શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ ત્યાંથી રૂ।.૭૧ ૬૦૦ રોકડા, આઠ મોબાઇલ મળી કુલ રૂ।.૧૦૨૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને તમામ ૧૨ સામે જુગાર ધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
ધ્રોલના ગાયત્રીનગરમાં એક ખાચા પાસે ગઈકાલે સાંજે તીનપત્તી રમતા અરવિંદ મનસુખભાઈ અઘેરા, ભરતભાઈ કુરજીભાઈ મકવાણા, જયેશ ગોવિંદભાઈ દઢાણીયા, ઓસમાણ આરબીભાઈ સુમારીયા, શૈલેષ રમેશભાઈ કાઠીયા, વિજય રમેશભાઈ કાઠીયા, કમલેશ મગનભાઈ રાઠોડ નામના સાત શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ।.૩૫૧૦૦ કબજે કર્યા છે.
જામનગર નજીકના મસીતીયા ગામની સીમમાં ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા સીદીક દોસમામદ ખફી, આદમ જુમા ખફી, જાવિદ નુરમામદ ખફી, અબ્દુલ બાવાભાઈ ઘોઘા, ઈકબાલ મુગરભાઈ નોયડા, ઈમરાન હનીફભાઈ ખફી, રસુલ હબીબભાઈ કટીયા, કાજલબેન મનુભાઈ માલદે નામના આઠ વ્યક્તિને એલસીબીના સ્ટાફે અજય વિરડા તથા સુમિત શિયારને મળેલી બાતમીના આધારે દરોડો પાડી પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ।.૭૩૫૦૦ રોકડા, સાત મોબાઈલ, ક્રેટા મોટર, ત્રણ બાઈક મળી કુલ રૂ।.૧૦,૨૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. દરોડા વેળાએ જુમા ઉમર ખફી, અખ્તર અનવર ખફી નામના બે શખ્સ નાસી ગયા છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં દેવીપુજકવાસમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા ગુલામહુસેન અલીભાઈ શેખ, નવીન નાથાભાઈ ચુડાસમા, અલ્તાફ ઓસમાણ શેખ, હારૂન હુસેનભાઈ પરમાર નામના ચાર શખ્સને પકડી લેવાયા હતા. પટમાંથી રૂ।.૧૯૮૦ કબજે કરાયા છે.
દેવીપૂજકવાસમાં પાડવામાં આવેલા બીજા દરોડામાં કિશન બાબુભાઈ સોલંકી, અજય સુરેશભાઈ ચુડાસમા, ધર્મેશ ખનુભાઈ રાઠોડ, ગોવિંદ બાબુભાઈ સોલંકી, હરીશ બાબુભાઈ પરમાર નામના પાંચ શખ્સ ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા મળી આવ્યા છે. પટમાંથી રૂ।.૭૮૦૧ કબજે કરાયા છે.
જોડીયા તાલુકાના લખતર ગામની સીમમાં એક ખેતરમાં આવેલા મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગઈરાત્રે બે વાગ્યે રાજકોટ રેન્જના આઈજીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળે હેમરાજભાઈ શિવાભાઈ ભાલોડીયા નામના વૃદ્ધના ખેતરમાં ઓરડીમાં નાલ આપી જુગાર રમતા સુખાભાઈ મેઘજીભાઈ ઘેટીયા, કાંતિભાઈ ગંગાભાઈ સંતોકી, પ્રવીણભાઈ અમૃતભાઈ નિમાવત, જીજ્ઞેશભાઈ મોહનભાઈ નાગપરા, નિલેશ ગીરધરભાઈ ભીમાણી, અજય મનજીભાઈ બોદવાણી, નરભેરામભાઈ ટપુભાઈ ગડારા, લાભુભારથી બચુભારથી ગોસાઈ નામના આઠ વ્યક્તિ મળી આવ્યા હતા પોલીસે પટમાંથી રૂ।.૩૫૯૦૦ રોકડા, ત્રણ બાઈક, એક ઈકો મોટર, આઠ મોબાઈલ મળી કુલ રૂ।.૧૦૨૫૯૦૦નો મુદામાલ કબજે કર્યાે છે અને તમામ નવ સામે જોડિયા પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial