Advertisement
Author: નોબત સમાચાર

વરવાળા આયુર્વેદ હોસ્પિટલનો ત્રીજા વર્ષમાં પ્રવેશઃ ૮૬૯૧ દર્દીઓને અપાઈ નિઃશુલ્ક સારવાર

દ્વારકાના શંકરાચાર્ય સંચાલિત

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૦: શ્રી દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજશ્રી પ્રેરિત વરવાળા ગામે કાર્યરત નિઃશુલ્ક આયુર્વેદ ઔષાધાલયનો ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ગત્ વર્ષ દરમિયાન ઓખામંડળ તાલુકાના કુલ ૮૬૯૧ જરૂરતમંદ દર્દીઓએ વિનામૂલ્યે ચાલતા આયુર્વેદ ઔષાલયનો લાભ લીધેલ છે. ગત્ વર્ષ દરમિયાન ૩,૦૦,૦૦૦ કરતા પણ વધારે કિંમતની આયુર્વેદિક ઔષધોનું જરૂરતમંદ દર્દીઓને વિતરણ કરવામાં આવેલ છે.

શ્રી વરવાળા ટી.બી. સેનેટોરિયમ બિલ્ડિંગ પાસે શ્રી શંકરાચાર્ય જનરલ આયુર્વેદ હોસ્પિટલમાં કોઈપણ જાતિના ભેદભાવ વિના શુદ્ધ આયુર્વેદ ઔષધો વિનામૂલ્યે આપવામાં આવે છે. સોમવારથી શુક્રવાર પાંચ દિવસ સુધી કાર્યરત આયુર્વેદ ઔષાલયમાં વરવાળા ઉપરાંત શિવરાજપુર, ભીમરાણા, કુરંગા, મોજપ, વસઈ, સૂરજકરાડી, આરંભડા, ઓખા-બેટ, દ્વારકા, શામળાસર, ભાટિયા, લાંબાગામ, પોરબંદર વિગેરે ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ દર્દીઓ પોતાના નિદાન-સારવાર માટે આવે છે. દર્દીઓને આયુર્વેદની દવાઓ આપવા ઉપરાંત પ્રિવેન્શન અને અવેરનસ અંતર્ગત જનજાગૃતિ અભિયાન માટે જુદી જુદી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવે છે. હાલમાં ચોમાસામાં પાણીજન્ય રોગોથી બચવાના ઉપાયો દર્શાવતી તથા મેલેરિયા બચવાના ઉપાયો માટેની પત્રિકાઓનું વિતરણ ચાલુ જ છે.

સમયાંતરે નિદાન-સારવાર કેમ્પોનું આયોજન થતું રહે છે. સાથે સાથે ડાયાબિટીસથી બચવાના ઉપાયો, સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત (મેદરોગ-જાડાપણુ) (ઓબેસિટી) ઘટાડવાના સૂચનો, એક પેડ માઁ કે નામ અભિયાન વગેરે સરકારના જનજાગૃતિના અભિયાનોને વેગવાન બનાવવા માટે જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સેવાનિવૃત્ત ૩૩ વર્ષના અનુભવી વૈદ્ય ડી.પી. મહેતા કાર્યરત છે તથા આયુર્વેદ ઔષધાલયમાં આયુર્વેદ ચિકિત્સક તરીકે સેવા પણ આપે છે. શ્રી શારદાપીઠ દ્વારકાના મંત્રી નારાયણનંદજીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ ઔષાલયમાં દ્વારકાના વિજયભાઈ ભાયાણી, અશ્વિનભાઈ મનાણી, મોહનભાઈ નકુમ અને ભરતભાઈ બુજ્જડ વગેરેનો સહયોગ મળતી રહે છે તેમ જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh