Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓપરેશન મિલાપ હેઠળ પોલીસની કાર્યવાહીઃ
જામનગર તા. ૧૦: કાલાવડ પંથકમાં વસવાટ કરતા એક યુવાન ત્રણેક વર્ષ પહેલાં લાપત્તા બન્યા પછી તેઓની ચાલતી શોધખોળમાં ઓપરેશન મિલાપ હેઠળ પોલીસે આ યુવાનને અમદાવાદના નરોડામાંથી શોધી કાઢયા છે.
કાલાવડ પંથકમાં વસવાટ કરતા અતુલ પરસોત્તમભાઈ ચીખલીયા નામનો યુવાન ત્રણેક વર્ષ પહેલાં ગુમ થઈ ગયો હોવાની જે તે વખતે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓપરેશન મિલાપ હેઠળ ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં આ યુવાન અમદાવાદમાં મજૂરીકામ કરતો હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી.
તેના આધારે કાલાવડ શહેર પોલીસ મથકના પીઆઈ પી.ટી. જયસ્વાલની સૂચના મુજબ પોલીસ ટીમ અમદાવાદ ધસી ગઈ હતી. ત્યાં નરોડામાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી અતુલભાઈ ચીખલીયા મળી આવ્યા છે. તેઓને કાલાવડ ખસેડી પરિવાર સાથે મિલાપ કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial