Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમ આદમી પાર્ટી દ્વારા
ખંભાળીયા તા. ૧૦: ભાણવડ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા થોડા સમયથી દુર્ગંધ મારતુ, ડહોળું ગંદુ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રશ્ન અંગે આમઆદમી પાર્ટીના ભાણવડ શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, ઈમ્તીયાઝભાઈ બુખારી, કીર્તિસિંહ જાડેજા, જાવેદભાઈ બુખારી, હુશેનભાઈ હિંગોરા વગેરે આગેવાનોએ ન.પા.ના ફિલ્ટર પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન જોવા મળતી બાબતો રાજાશાહી વખતના દેશી ફિલ્ટર પ્લાન્ટમાં સ્થળ પરના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યા મુજબ પાણીના જે હોજ છે તેમાં રેતી બદલવાનો સમય થઈ ગયો છે જે અંગે પાલિકા તંત્રને સૂચિત કરવામાં આવ્યું છે પરંતુ જવાબદાર લોકો દ્વારા આ બાબત પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હોજની હાલત એવી છે કે દીવાલ તેમજ તળીયે સેવાળ જામી ગયો છે અને પાણી એકદમ ડહોળું દેખાઈ રહ્યું હતું. ડહોળ બેસાડવા માટેના ક્લોરિન અને ફટકડી બાબતે પણ સંબંધિત તંત્ર દ્વારા લાલિયાવાળી થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. ટીમ દ્વારા ફિલ્ટર પ્લાન્ટના ગોળાકાર ટાંકી સહિતની વિતરણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્લાન્ટમાં પાણી ભરેલું જોવા મળ્યું અને મિકસર/એરેટર ચાલુ હતું પરંતુ પાણીને શુદ્ધ કરવા અને ંફટકડી નાખ્યા બાદ મિક્સર માટે કુંડી પર જે ઈલેકટ્રીક મોટર મુકવામાં આવી છે તે છેલ્લા ૬ વર્ષથી બિલકુલ બંધ પડી છે અને ગોળાકાર ટાંકી પરની પાણી શુદ્ધિકરણ માટેની ઈલેકટ્રીક મશીનરી પણ ૬ વર્ષથી બિલકુલ બંધ પડી છે. આ ઉપરાંત આજુબાજુના બાંધકામ ચાલુ હોવાથી પાણીની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે. નળ વાટે આવતા પાણી દૂષિત અને ડહોળા પાણી અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી ત્યારે ચીફ ઓફિર દ્વારા કહેવાયું હતું કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ લગભગ પંદર દિવસ પછી પણ સ્થિતિ એ ની એ જ રહેતા સ્થળ તપાસ કરવામાં આવતા આ હકીકત બહાર આવી છે. અને ભાણવડ શહેરીજનોના આરોગ્ય સાથે રીતસર ચેડા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આમઆદમી પાર્ટી દ્વારા પાણીના નમૂના લેબમાં તપાસીને રિપોર્ટ જાહેર કરવા, ગામના દરેક વોર્ડમાં સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી નિયમિત મળે તેની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી છે. જો ૭ દિવસમાં નગર પાલિકા દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આમઆદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંંદોલન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial