Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૨મી ઓગષ્ટે થનારા
જામનગર તા. ૧૦: જામનગરમાં તારીખ ૧૨ ઓગસ્ટે થનારા દુર્લભ સંપૂર્ણ (ખગ્રાસ) સૂર્યગ્રહણનું સેટેલાઈટ મારફતે જીવંત પ્રસારણ કરવામાં આવશે. ભારતમાંથી આ સૂર્યગ્રહણ સીધું જોઈ શકાશે નહીં, પરંતુ સેટેલાઈટ માધ્યમથી તેનું જીવંત પ્રસારણ કરી જામનગરના મ્યુનિ. ટાઉનહોલમાં જાહેર નિદર્શન કાર્યક્રમ યોજાશે.
સૂર્યગ્રહણના જીવંત પ્રસારણ દરમિયાન બીજી સ્ક્રીન ઉપર સૂર્યમાળા તથા બ્રહ્માંડની રોમાંચક સફર પણ કરાવવામાં આવશે. આ ઉપરાંત ખગોળ વિજ્ઞાનને રસપ્રદ રીતે સમજાવવા માટે ખગોળ વિષયક ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં 'સૂર્યગ્રહણ અને અંધશ્રદ્ધા', 'બ્લેક હોલ', 'પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિમાં ચંદ્ર અને સૂર્યનું મહત્વ' તથા 'ગ્રહણની જીવસૃષ્ટિ ઉપર થતી અસર' જેવા વિવિધ વિષયો અંગે રસપ્રદ માહિતી અને વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે. સાથે જ ખગોળ વિજ્ઞાનને લગતી વિવિધ મોબાઈલ એપ્લિકેશનોની માહિતી અને ઉપયોગની જાણકારી પણ આપવામાં આવશે.
ખગોળ ક્વિઝમાં સાચા જવાબ આપનાર વિજેતાઓને ઈનામો પણ આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ તથા ખગોળપ્રેમીઓમાં વિજ્ઞાન પ્રત્યે વધુ જિજ્ઞાસા અને રસ જાગે.
આ સમગ્ર કાર્યક્રમનો હેતુ સૂર્યગ્રહણ અંગેની વૈજ્ઞાનિક સમજ વધારવા, અંધશ્રદ્ધા દૂર કરવા તથા ખગોળ વિજ્ઞાન અને બ્રહ્માંડ અંગે લોકોમાં જિજ્ઞાસા જગાવવાનો છે. જામનગર ખગોળ મંડળના કિરીટભાઈ શાહ અને અમિતભાઈ વ્યાસ ઉપરાંત ધ્રોલ એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટરના સુધાબેન ખંઢેરીયા તેમજ ડો. સંજય પંડ્યા દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial