Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વતનમાં જવાની જીદમાં પત્નીએ ઘોળ્યું વખઃ સારવારમાં મૃત્યુઃ
જામનગર તા. ૧૦: જામનગરના ધ્રાંગડા ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા એક પરપ્રાંતીય દંપતીમાંથી પતિએ દેશમાં જવાની વાત કરતા અને પતિએ હાલમાં પૈસા ન હોવાનું કહેતા માઠું લાગી આવતા પત્નીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. જ્યારે ગામડે જવા માટે પત્ની સાથે બોલાચાલી થયા પછી એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.
જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રમેશભાઈ ગડારા નામના ખેડૂતના આવેલા ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વતની વિકેશભાઈ રેવનભાઈ બાંભણીયા નામના શ્રમિકના પત્ની મલકીબેન (ઉ.વ.૨૩)એ થોડા દિવસ પહેલાં પતિને વતનમાં આંટો મારવા જવાની વાત કરી હતી. આ વેળાએ વિકેશભાઈએ હાલમાં પૈસા નથી તેમ કહ્યું હતું.
પતિના ઈન્કારથી માઠું લાગી આવતા મલકીબેને ગઈ તા.૩ના દિને બપોરે ધનસુખભાઈ કેશવજીભાઈ નામના ખેડૂતના ખેતર પાસે ઓરડી નજીક કોઈ ઝેરી દવા પી લીધી હતી. આ મહિલાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. પતિ વિકેશભાઈએ પોલીસને જાણ કરી છે.
જામનગરના અયોધ્યા નગરમાં વસવાટ કરતા મૂળ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના હદુભાઈ રામભાઈ જોગલ (ઉ.વ.૪૩) નામના યુવાન સાથે તેમના પત્ની અંજુબેને ગામડે આંટો મારવા જવા માટે વાત કરી હતી. આ વેળાએ થોડા દિવસ પછી જઈશું તેમ હદુભાઈએ કહેતા પતિ, પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. તેથી માઠું લાગી આવતા રવિવારે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે પોતાના ઘરેથી મોટરસાયકલ પર હદુભાઈ નીકળી ગયા હતા.
તેઓ પોતાના ઘરેથી લાખાબાવળ સુધી પહોંચ્યા પછી ત્યાં રેલવે ટ્રેક પાસે જઈ ઉભા રહ્યા હતા અને ત્યાંથી પસાર થયેલી માલગાડી હેઠળ તેઓએ ઝંપલાવી લીધુ હતું. ગંભીર ઈજા પામેલા હદુભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ ભીખાભાઈ જોગલે પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial