Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા પછી અપીલમાં ગયેલા આરોપીને જેલમુક્ત કરવા આદેશ

ડિપોઝિટની રકમ આરોપીએ જમા કરાવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના એક આસામીને ચેક પરતના કેસમાં સજા થયા પછી તેઓએ અપીલ કરી હતી તે માટે ચેકની રકમના ૨૦ ટકા જમા કરાવવામાં કસુર કરતા તેઓને જેલહવાલે કરાયા હતા. તે પછી ડિપોઝિટ જમા કરાવવામાં આવતા તેને જેલ મુક્ત કરાયા છે.

જામનગરમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા અનિરૂદ્ધસિંહ ગનુભા ઝાલા પાસેથી જયંતિલાલ દેવજીભાઈ ચોવટીયાએ હાથઉછીની રકમ મેળવી પરત ચૂકવણી માટે રૂ।.૪ લાખનો ચેક આપ્યો હતો તે ચેક બેંકમાંથી પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી જયંતિલાલ ને એક વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે હતો.

આ હુકમ સામે અપીલ કરવામાં આવી હતી. અદાલતે ચેકની રકમના ૨૦ ટકા જમા કરાવવા હુકમ કર્યાે હતો. સમય મર્યાદામાં તે રકમ જમા ન કરાવતા અદાલતે આરોપી સામે વોરંટ ઈસ્યુ કર્યું હતું. વોરંટમાં જેલહવાલે થયેલા આરોપીએ ડિપોઝિટની રકમ જમા કરાવતા તેને જેલમુક્ત કરવામાં આવ્યો છે. આરોપી તરફથી વકીલ હાર્દિક એરડા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh