Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠકઃ
ખંભાળીયા તા. ૧૦: આગમી તા. ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુઆયોજન માટે ખંભાળીયામાં જિલ્લા સેવા સદનમાં કલેક્ટરશ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
કલેક્ટરે હર ઘર તિરંગા અંતર્ગત ગ્રામ્ય, તાલુકા અને નગરપાલિકા તેમજ જિલ્લા કક્ષાએ થનાર તિરંગા યાત્રાના આયોજન અંગેની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં અને સ્થાનિક નાગરિકો તેમજ શાળા કોલેજોના વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વધુમાં તિરંગા કોન્સર્ટ, વિભાજન, વિભીષિકા સ્મૃતિ દિવસ, કોલેજોમાં વિવિધ એક્ટિવિટીઝના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિત રૂદલાલ, પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા, નાયબ કલેક્ટર રિદ્ધિબેન રાજયગુરૂ, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial