Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતમાં દેખાવાનું નથી, પણ
જામનગર તા. ૧૦: આગામી તારીખ ૧૨ને બુધવારના નભો મંડળમાં 'સંપૂર્ણ સૂર્યગ્રહણ' ની ખગોળીય ઘટના સર્જાશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણ નું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર દ્વારા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી અવકાશીય ઘટનાની રનિંગ કોમેન્ટ્રી સાથે સૂર્યની તમામ ગતિ વિધિઓની સંપૂર્ણ તલ સ્પર્શી માહિતી અપાશે, જેનો જામનગર શહેરના વિદ્યાર્થીઓ તેમજ ખગોળ પ્રેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
'સંપૂર્ણ સૂર્યગ્રહણ' એ આગામી તા. ૧૨-૮-૨૦૨૬ ને બુધવાર ના દિવસે રાત્રે ૯.૦૦ વાગ્યા બાદ થનાર છે. જે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્યગ્રહણ આર્કટિક, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, પશ્ચિમ આફ્રિકા, નોર્થ અમેરિકા અને યુરોપના દેશોમાં દેખાશે.
પરંતુ જામનગર શહેરમાં આ ગ્રહણ ને મોટા સ્ક્રીન ઉપર સેટેલાઈટના માધ્યમથી જોવા માટેની વ્યવસ્થા જામનગર મહાનગર પાલિકાના સહયોગથી કરવામાં આવી છે.
ગુજકાસ્ટ-ગાંધીનગર પ્રેરીત, એમ.ડી. મેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર દ્વારા આ સમગ્ર સૂર્યગ્રહણની ખગોળીય ઘટના સંદર્ભે ની સેટેલાઈટના માધ્યમથી લાઈવ ટેલીકાસ્ટની વ્યવસ્થા કરીને તેમજ તે અંગેની રનિંગ કોમેન્ટ્રી સાથેની સૂર્યમાળાની તમામ ગતિવિધિઓની માહિતી અપાશે, જેમાં જામનગરની સંસ્થા રંગતાળી ગ્રુપનો સહયોગ પ્રાપ્ત થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial