Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભવિષ્યમાં હોનારત ન સર્જાય તે હેતુથી
ધ્રોલ તા. ૧૦: ધ્રોલ નજીક આવેલ ભૂચરમોરી પાસે 'સ્કીમ-આજી-૩ આરડબલ્યુએસએસ' હેઠળ વર્ષ ૧૯૯૬-૯૭ના સમયગાળામાં નિર્માણ પામેલી ૫.૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતી જૂની પાણીની ટાંકીને પાણી પુરવઠા વિભાગ દ્વારા સફળતાપૂર્વક જમીનદોસ્ત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાં નવી પાણીની ટાંકી (ઈએસઆર) તૈયાર થઈ ચૂકી હોવાથી આ આશરે ૩૦ વર્ષ જૂની ટાંકી લાંબા સમયથી બિનઉપયોગી બની ગઈ હતી. ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ભવિષ્યમાં કોઈ હોનારત કે અકસ્માત ન સર્જાય તે માટે સુરક્ષા અને સલામતીના આગોતરા પગલારૂપે તંત્ર દ્વારા તેને સુરક્ષિત રીતે પાડી નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
નવી ટાંકી કાર્યરત થઈ જતાં જૂની જર્જરિત ટાંકી જોખમી બની હતી, જેથી પાણી પુરવઠા વિભાગે તકેદારીના ભાગરૂપે આ ડીમોલિશન હાથ ધર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial