Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા શહેર પોલીસ, જિલ્લા ટ્રાફિક શાખા, મહિલા પોલીસ દ્વારા
ખંભાળીયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શનમાં દ્વારકા મોડેલ સ્કૂલમાં દ્વારકા શહેર પોલીસ તથા જિલ્લા ટ્રાફિક શાખા તથા મહિલા પોલીસ દ્વારા સંયુક્ત રીતે મહિલા સુરક્ષા ટ્રાફિક અવરનેસ, સાયબર અવરનેસ બાબતે વિસ્તૃત જાણકારીનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો.
સાયબર ગુનાનું પ્રમાણ વધી ગયું હોય તે અટકાવવા તથા તેમાં જાગૃત થવા ઓનલાઈન છેતરપિંડીથી કેમ બચવું ? ક્યા-ક્યા ઉપાયો છે, ક્યા તુરંત જાણ કરવી, સોશ્યલ મીડિયાનો ઉપયોગ સુરક્ષિત રીતે કેમ કરવો, તે બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
અકસ્માતના વધતા બનાવોના સંદર્ભમાં રોડ, સેફટીમાં શું ધ્યાન રાખવું તે સાથે ટ્રાફિકના ક્યા નિયમોનું પાલન જરૂરી છે, તેનું પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહિલા સુરક્ષાના સંદર્ભમાં પોસ્કો એક્ટ તથા મહિલા શોષણ વિરોધના કાયદા, જાગૃત મહિલાઓના હક્કો તથા કઈ સ્થિતિમાં શું કરવું, તે બાબતે ઉદાહરણો સાથે જાણકારી પણ આપવામાં આવી હતી તથા કોઈપણ ઈમરજન્સીમાં ૧૧ર નંબરનો ઉપયોગ કઈ રીતે કરવો તેનું પણ માર્ગદર્શન ૫ૂરૃં પાડવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial