Advertisement
Author: નોબત સમાચાર

સિક્કા તથા સચાણાની શાળાઓમાં પ્રવેશોત્સવ

વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યાઃ

                                                                                                                                                                                                      

ચાલુ શૈક્ષણિક સત્રના 'શાળા પ્રવેશોત્સવ'ની ઉજવણીને ધ્યાને લઈ એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્કફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા, મરીન ટાસ્કફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ સચાણા, સિક્કાના સરમત-ભુંગા ગામની શાળાઓ અને શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મરીન ટાસ્કફોર્સ પો. ઈન્સ. ધરમવીર આર. યાદવ, સબ ઈન્સ. જી.એમ. બોપલીયા, સબ ઈન્સ. ડી.એચ. જાડેજા, પોલીસ ઈન્સ. બી.એચ. ચાવડા સહિત કમાન્ડોની ટીમો, સચાણામાં કાર્યપાલક ઈજનેર, સિંચાઈ વિભાગ જામનગરના રવિકુમાર અકબરી, આચાર્ય તૃપ્તિબેન રૂપાડીયા, આચાર્ય જીજ્ઞાબેન નકુમ, લાઈઝન અધિકારી નાથાભાઈ કરમુર, સિક્કાના સરમત-ભુંગામાં આરએફઓ કે.આર. ચુડાસમા, આચાર્ય રમીલાબેન વાણીયા, રિલાયન્સ વેલફેર કો-ઓર્ડીનેટર કુંજલભાઈ તથા લાઈઝન અધિકારી રવિભાઈ જોષી, તાલુકા શિક્ષણ અધિકારી ઝાલા તેમજ સ્થાનિક સરપંચ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં દરિયાકાંઠાની શાળાઓમાં નવીન પ્રવેશ પામતા બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોને ડીઓ એન્ડ ડોન્ટ્સ, શિષ્ટાચાર, રાષ્ટ્રભક્તિ, સુરક્ષા અને સાવચેતી વિશે માહિતી અંગે યોગ્ય માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું. ગ્રામજનો સાથે અનૌપચારિક સંવાદ કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh