Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી ખાવડી પાસે રોડ ક્રોસ કરતા યુવાનને બાઈકની ઠોકરે મોત મળ્યું:
જામનગર તા. ૧૦: મોટી ખાવડી પાસે શુક્રવારે રાત્રે રોડ ક્રોસ કરતા અમદાવાદના એક યુવાનને મોટરસાયકલે ઠોકર મારતા આ યુવાનનંુ ગંભીર ઈજાથી મૃત્યુ થયું છે. કાલાવડના સરવાણીયા ગામથી સસરાની તબીયત જોવા રાજસ્થળી જઈ રહેલા એક યુવાનને કાલાવડમાં અજાણ્યું વાહન ટક્કર મારી નાસી ગયું હતું. આ યુવાનનું પણ મૃત્યુ નિપજ્યું છે. હિટ એન્ડ રનના આ બનાવની ફરિયાદ કરાઈ છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામની સીમમાં પાયલધારની ગોળાઈમાંથી શુક્રવારે રાત્રે દસેક વાગ્યે મૂળ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા વિજયભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૪૬) નામના યુવાન રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જીજે-૩૭-આર ૩૩૩૦ નંબરનું મોટરસાયકલ ફૂલ સ્પીડમાં ધસી આવ્યું હતું.
તે બાઈકના ચાલકે વિજયભાઈને હડફેટે લઈ ફંગોળતા માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા વિજયભાઈનું મૃત્યુ નિપજ્યું છે. મોટરસાયકલના ચાલક સામે અમનભાઈ રાઠોડે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતા લક્ષ્મણભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૨) નામના યુવાન પોતાના રાજસ્થળી ગામમાં રહેતા સસરાની તબીયત જોવા માટે શનિવારે સાંજે જીજે-૧૦-બીપી ૨૮૦૨ નંબરના બાઈકમાં નીકળ્યા હતા.
તેઓ જ્યારે રાજકોટ ધોરીમાર્ગ પર મધુરમ્ હોસ્પિટલ પછીની ગોળાઈમાં પહોંચ્યા ત્યારે કોઈ અજાણ્યું વાહન ધસી આવ્યું હતું. તે વાહનની ઠોકર વાગતા લક્ષ્મણભાઈ ફેંકાઈ ગયા હતા. માથામાં ગંભીર ઈજા પામેલા આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનચાલક સામે મૃતકના પિતા પ્રેમજીભાઈ આલાભાઈ ચૌહાણે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial