Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ આ વર્ષે ઐતિહાસિક ભૂચરમોરીમાં ઉજવાશે

પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા કરાવશે ધ્વજવંદન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ધ્રોળના ઐતિહાસિક ભૂચરમોરીમાં જિલ્લા કક્ષાના 'સ્વાતંત્ર્ય પર્વ'ની ભવ્ય ઉજવણી થશે. જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તમામ વિભાગોને સમયબદ્ધ સુચારૂ આયોજન કરવા કલેક્ટરે સૂચના આપી હતી.

આગામી ૧પ મી ઓગસ્ટ ર૦ર૬ ના જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકા સ્થિત ઐતિહાસિક ભૂચરમોરીમાં જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ 'સ્વાતંત્ર્ય દિન'ની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉજવણીને યાદગાર, સુચારૂ અને શિસ્તબદ્ધ બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં સંબંધિત વિભાગોના અધિકારીઓની પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર પી.બી. પંડ્યાએ રાષ્ટ્રીયફ પર્વની ઉજવણી સંદર્ભે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરીની વિભાગવાર ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે કાર્યક્રમ સ્થળે નાગરિકો તથા મહાનુભાવો માટે બેઠક વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો, શુદ્ધ પીવાના પાણીની સુવિધા, શ્રેષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિર્માણ, કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ, વાહન પાર્કિંગ, તમામ સરકારી કચેરીઓ પર રોશની, સમગ્ર પરિસરમાં સ્વચ્છતા તેમજ ઈમરજન્સી આરોગ્ય સેવાઓ અને મેડિકલ ટીમની ઉપલબધતા સહિતની તમામ આવશ્યક વ્યવસ્થાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતાં.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાષ્ટ્રીય ગૌરવને અનુરૂપ ભવ્યતા, ગરિમા અને શિસ્ત સાથે યોજાય તે અત્યંત જરૂરી છે. આ માટે તમામ સરકારી વિભાગોએ પરસ્પર ઉત્તમ સંકલન સાધીને પોતાની ફરજોનું સુચારૂ વહન કરવું અને દરેક પૂર્વ તૈયારી સમયસર પૂર્ણ કરવી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh