Advertisement
Author: નોબત સમાચાર

ખેતરોમાં વીજલાઈનના મુદ્દે ભાજપના નેતા કે આગેવાનને ગામમાં પ્રવેશબંધીના બેનરો

ખેડૂતો આક્રમક મૂડમાં...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના જોડિયા તાલુકાના લીંબુડા ગામે ખેડૂતો દ્વારા વીજ લાઈનના મુદ્દે ઉગ્ર વિરોધ ઊઠવા પામ્યો છે. ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ લીંબુડા ગામમાં બેનરો લગાવી ભાજપના નેતાઓ અને આગેવાનો સામે વિરોધ વ્યક્ત કર્યો છે.

બેનરમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, ખેડૂતોની માંગણીઓ અને વીજલાઈનને લગતી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતા કે આગેવાને લીંબુડા ગામે મત માંગવા માટે આવવું નહીં. ખેડૂતો દ્વારા આગામી ર૦ર૭ ની વિધાનસભા ચૂંટણીને લઈને પણ ભાજપને ચેતવણી આપવામાં આવી છે. ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારો કે આગેવાનોને ગામમાં પ્રવેશ ન કરવા દેવાની ચિમકી બેનરો મારફતે આપવામાં આવી છે. વીજલાઈનના કારણે ખેતીની ંજમીન ખેડૂતોને થતી મુશ્કેલીઓનો યોગ્ય ઉકેલ લાવવાની માંગ સાથે લીંબુડા ગામના ખેડૂતોનો આ વિરોધ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર રાજ્યમાં ખેતરોમાં વીજલાઈન-વિજથાંભલાનો પ્રશ્નો હવે વ્યાપક બની    રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh