Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માતો નિવારવા અને જીવનરક્ષણ માટે
ખંભાળીયા તા. ૫: ભાણવડ પંથકમાં રોડ પર બેસતા પ્રાણીઓના અકસ્માતો થતાં હોય એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રેડીયમ બેલ્ટ ડ્રાઈવ.
હાલ ચોમાસાની ઋતુમાં જમીન પર પાણી ગારોકીચડ થતાં હોય ડામર રોડ કોરા હોય ત્યાં પશુઓ બેસતા હોય વાહનોની હડફેટે રોજ પશુઓ આવતા તેમને ઈજા તથા મૃત્યુ પણ નિપજતાં હોય ભાણવડમાં વર્ષોથી અબોલ જીવો પશુ પક્ષીઓ માટે કામ કરતી સંસ્થા એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ડામર રોડ રસ્તાઓ પર મોટી સંખ્યામાં બેસતા પશુઓ અકસ્માતનો ભોગ ના બને તથા રાત્રે રેડીયમ બેલ્ટ જે તેમના ગાળામાં પહેરાવેલો હોય તો વાહન ચાલકોને દૂરથી દેખાય જેથી વાહન ચાલકોને પણ ઈજા નુકસાન જાનહાનિ જેવું ના થાય તે માટે ખાસ ઝુંબેશ ગઈકાલથી શરૂ કરી હતી.
ભાણવડના રૂપામોરા ગામની વેરાડ ગામ સુધી પંદરેક કિમીના રસ્તા પર બેઠેલા ગૌવંશોને ખોળ અને રાજદાણ ખવડાવીને તેમના ગળામાં હાઈ રીફલેકટેડ રેડિયમના પટ્ટા બાંધવામાં આવ્યા હતાં. એનિમલ લવર્સ ગ્રુપ, શિવ બળદ આશ્રમના અશોકભાઈ ભટ્ટ, અક્ષય સૂચક, લાલુ કારાવદરા, મેરામણભાઈ ભરવાડ, જયેશભાઈ નિમિષભાઈ વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial