Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભણકારાઃ મિડલ ઈસ્ટમાં વધ્યું ટેન્શન

નવી દિલ્હી તા. પઃ ઈરાન અને હિઝબુલ્લાહ આક્રમક મૂડમાં આવી જતા મિડલ ઈસ્ટમાં તંગદિલી ચરમસીમાએ પહોંચી છે. ઈઝરાયેલની મદદ માટે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ ફોર્સના જનરલ ઈઝરાયેલ પહોંચ્યા છે, અને અમેરિકાએ મિડલ ઈસ્ટમાં તેના વિમાનવાહક જ્હાજ અને શસ્ત્રોનો ખડકલો વધારી દીધો છે, તો રશિયાએ તહેરાનને વધુ શસ્ત્ર સરંજામ મોકલતા ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.

હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા પછી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થવાના ભણકારા વાગી રહ્યા છે. મિડલ ઈસ્ટના દેશોમાં તંગદિલી ચરમસીમાએ પહોંચી છે. અમેરિકા અને ઈજરાયેલના અધિકારીઓના માનવા મુજબ ઈરાન દ્વારા ઈઝરાયેલ પર સોમવારે ભીષણ હુમલો થઈ શકે છે. આવા અહેવાલો પછી મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે.

ઈરાનના હુમલાનો સામનો કરવા ઈઝરાયેલની મદદ માટે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ ફોર્સના જનરલ માઈકલ કુરેલા તેલઅવીવ પહોંચી ગયા છે. અમેરિકાએ મિડલ ઈસ્માં તેના વિમાનવાહક જ્હાજ અને શસ્ત્રોનો ખડકલો વધારી દીધો છે. અમેરિકાના સૈનિકો અને ઈઝરાયેલની સુરક્ષા માટે અમેરિકાએ નવા ડાઈટર જેટ્સ, ડિસ્ટ્રોયર્સ તેમજ વિમાનવાહક જ્હાજ મોકલ્યા છે. અમેરિકાએ ખુલ્લેઆમ કહ્યું છે કે તે ઈઝરાયેલની કોઈપણ ભોગે મદદ કરવા તૈયાર છે. બીજી તરફ ઈરાન અને હિઝબુલ્લાહ પણ હાનિયાના મોતનો બદલો લેવા આક્રમક મૂડમાં છે. ઈરાનના હુમલાનો સામનો કરવા અને તેનો જડબાતોડ જવાબ આપવા અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે.

એવું માનવામાં આવે છે કે લેબેનોન સ્થિત હિઝબુલ્લાહ અને ઈરાન સમર્થિત ગ્રુપ દ્વારા ઈઝરાયેલ પર ભીષણ હુમલો કરવામાં આવશે. ઈઝરાયેલ દ્વારા તેનો આક્રમક જવાબ આપવામાં આવશે. બીજી તરફ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા ચાલુ રાખવામાં આવ્યા છે. શનિવારે ઈઝરાયેલની સેના દ્વારા ગાઝામાં એક સ્કૂલ પર હવાઈ હુમલો કરાયો હતો જેમાં ૧૮ પેલેસ્ટાઈનવાસીઓના મોત થયા હતાં. આ સ્કૂલનો ઉપયોગ હમાસ દ્વારા મિલિટરી કમાન્ડ સેન્ટર તરીકે કરવામાં આવતો હતો. હુમલા પછી સ્કૂલના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને લોકોમાં જીવ બચાવવા નાસભાગ મચી હતી.

ઈઝરાયેલ દ્વારા હમાસના કબજામાં રહેલા વેસ્ટ બેંક પર પણ હુમલો કરાયો હતો જેમાં એક સ્થાનિક કમાન્ડર સહિત ૯ આતંકવાદીઓના મોત થયા હતાં. હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલની નવી બસ્તી બીટ હિલેલ પર પ૦ થી વધુ રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલ દ્વારા ગાઝામાં પેલેસ્ટાઈનના ગામો પર જે હુમલો કરાયો તેનો બદલો લેવા હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલની વસતિને ટાર્ગેટ બનાવાઈ હતી. આ હુમલામાં કેટલાક નાગરિકો ઘવાયા હોવાનું જાણવા મળે છે.

જો કે, ઈઝરાયેલના આયર્ન ડોમ દ્વારા હુમલાને ખાળવામાં આવ્યા છે. અમેરિકા સહિત કેટલાક દેશોએ મિડલ ઈસ્ટની તંગદિલીને ધ્યાનમાં રાખીને તેમના નાગરિકોને વહેલામાં વહેલી તકે લેબેનોન છોડવા ફરમાન કર્યું છે. યુકે, સ્વીડન, ફ્રાન્સ, કેનેડા અને જોર્ડને પણ તેમના નાગરિકોને લેબેનોનમાંથી વહેલી તકે બહાર નીકળી જવાની એડવાઈઝરી જાહેર કરી છે.

ભારતે પણ હમણાં મિડલ ઈસ્ટનો પ્રવાસ નહીં કરવા નાગરિકોને તાકીદ કરી છે. અમેરિકાએ ઈઝરાયેલને શસ્ત્રોનો વધુ જથ્થો મોકલ્યા પછી રશિયાએ પણ વળતા જવાબ રૂપે ઈરાનને વધુ શસ્ત્ર સરંજામ મોકલ્યો છે.

બીજી તરફ બ્રિટન અને ઈઝરાયેલને ટેકો આપનારા દેશો દ્વારા ઈઝરાયેલમાં મોટા જથ્થામાં શસ્ત્રો મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, રશિયા યુક્રેન યુદ્ધમાં અમેરિકા દ્વારા રશિયા વિરૂદ્ધ કરાયેલી કાર્યવાહીથી છંછેડાયેલા રશિયાએ મિડલ ઈસ્ટ સંઘર્ષમાં ખૂલીને ઈરાનને સાથ આપ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh