Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈક્વિટિ માર્કેટ ફીક્સ ડિપોઝિટ કરતા આપે છે વધુ ફાયદોઃ
જામનગર તા.પઃ જામનગરના વતની સમીરભાઈ અને તેમના ૫ુત્ર દ્વારા છેલ્લા વીસેક વર્ષથી રાજકોટમાં એલીગન્ટ વેલ્થ મેનેજમેન્ટ પ્રા.લિ. નામની પેઢી શરૂ કરવામાં આવી છે. તેઓ નામાંકિત એવી મોતીલાલ ઓશવાલ ઈન્વેસ્ટમેન્ટ સાથે સંકળાયેલા છે અને શેરબજાર અંગે વર્ષાેથી વિસ્તૃત અને સચોટ માહિતી આપવાની સાથે રોકાણકારોને વધુ ગ્રોથ શેમા મળી શકે તેની વિગતો પૂરી પાડી રહ્યા છે.
તેઓ દ્વારા મોતીલાલ ઓશવાલ ઈન્વેસ્ટમેન્ટના હેડ અને રિસર્ચ (ટેકનિકલ) વિભાગના ચંદન થાપરીયા સાથે શનિવારે પત્રકારોની મુલાકાત કરાવી હતી. ચંદન થાપરીયાએ આગામી વર્ષાેમાં શેરબજારના ઉજળા ભવિષ્ય અંગે વિગતો જાહેર કરી હતી.
ઈક્વિટી માર્કેટ દેશના વિકાસમાં અને નાનામાં નાની વ્યક્તિના વિકાસમાં સહાયરૂપ બની શકે છે તેવી સચોટ વિગતો ચંદનભાઈ દ્વારા આપવામાં આવી હતી. રૂ. ૧૦૦ કે ૨૦૦ જેવી નાની રકમથી પણ એસઆઈપી શરૂ કરી શકાય છે અને તે રકમથી જે તે કંપની પોતાનો બિઝનેસ વધુ વિસ્તારી રોકાણકારોને વધુમાં વધુ નફો આપવાની સાથે દેશના ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવી શકે છે તે બાબત દાખલા સાથે ચંદનભાઈએ જણાવી હતી. તેઓએ શેર બજારમાં રોકાણ કરવા ઈચ્છતા નાગરિકો ઓશવાલ મોતીલાલ ઈન્વેસ્ટમેન્ટનો સંપર્ક કરી શકે છે તે માટે આહ્વાન આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial