Advertisement
Author: નોબત સમાચાર

સાધના કોલોનીમાં જર્જરિત ઈમારતનો ભાગ ધસી પડતાં અજાણ્યા પ્રૌઢ ચગદાયા

નોટીસ અપાયા પછી ખાલી કરી નખાઈ હતી ઈમારતઃ અન્ય જર્જરિત ઈમારતો તોડી પાડવા કવાયતઃ

જામનગર તા. પઃ જામનગરના સાધનાકોલોની વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે એક જર્જરિત ઈમારતનો કેટલોક ભાગ ધસી પડતા હાલમાં ખાલી રહેલી આ ઈમારતમાં શનિવારે રાત્રે આશ્રય મેળવનાર અજાણ્યા પ્રૌઢનું કાટમાળ હેઠળ ચગદાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી છે. ઉપરોકત ઈમારતની બાજુમાં આવેલી અન્ય જર્જરિત ઈમારતોને તોડી પાડવાની કામગીરી પણ કરવામાં આવી હતી. દુર્ઘટનાની જાણ થતાં ધારાસભ્યો તેમજ મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ દોડ્યા હતા.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડ દ્વારા વર્ષાે પહેલાં બનાવવામાં આવેલા ત્રણ માળિયા આવાસમાં રવિવારે સવારે સાડા ચારેક વાગ્યે અચાનક જર્જરીત કાટમાળ ધસી પડતા તેની નીચે પચ્ચાસેક વર્ષની વયના લાગતા અજાણ્યા પુરુષ ચગદાઈ ગયા હતા.

આ પ્રૌઢને બહાર કાઢી સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. ડો. એચ.બી. કોટડીયાએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ એલ.બી. જાડેજાએ મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી છે.

આ વિસ્તારમાં વર્ષાે પહેલાં હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવી આપવામાં આવેલા રહેણાંક હાલમાં જર્જરિત થયા છે. આવી કેટલીક ઈમારતોને ખાલી કરી આપવા નોટીસો પણ ઈસ્યુ થઈ ગઈ હતી. જેના પગલે છેલ્લા બેએક મહિનાથી આ ઈમારત ખાલી કરવામાં આવી રહી હતી. શનિવારે સવારે જ કેટલાક રહેવાસીઓ પોતાનો સામાન અન્યત્ર લઈ ગયા હતા અને આખુ બિલ્ડીંગ ખાલી જેવું હતું. તેમાં શનિવારે રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિએ આશ્રય મેળવ્યો હતો અને વહેલી સવારે આ ઈમારત ધસી પડતા ઉપરોક્ત બનાવ બન્યો હતો.

વધુમાં જાણવા મળ્યા મુજબ સાધનાકોલોનીમાં હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી ઈમારતોમાંથી કેટલીક ઈમારતો હાલમાં જર્જરિત હાલતમાં છે. તેને ખાલી કરી આપવા ત્રણેક મહિનાથી તજવીજ મહાનગર પાલિકાના તંત્ર દ્વારા નોટીસના માધ્યમથી તજવીજ કરાતી હતી. જેના પગલે કેટલાક ફલેટ  ખાલી પણ થઈ ગયા હતા. શનિવારે જ સવારે કેટલાક વ્યક્તિઓએ આ ઈમારતમાંથી પોતાની ઘરવખરી બહાર કાઢી લીધી હતી. તે પછી ખાલી પડેલી બિલ્ડીંગમાં શનિવારે રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા અને સૂઈ ગયા હતા. તે પછી સવારે ઈમારતનો કેટલોક ભાગ ધસી પડતા તેના કાટમાળમાં આ વ્યક્તિ ચગદાઈને મોતને શરણ થયા છે. ઉપરોક્ત દુર્ઘટના વખતે ધડાકો થતાં સવારની મીઠી ઉંઘ માણી રહેલા આડોશી પાડોશી દોડી આવ્યા હતા. કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ પણ દોડી હતી.

ત્યાં પડેલા કાટમાળમાં કોઈ વ્યક્તિ દબાયા છે તેવી આશંકાથી કાટમાળ ખસેડવામાં આવતા અજાણ્યા પ્રૌઢ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ બચાવી શકાયા ન હતા.

દુર્ઘટનાની જાણ થતાં મ્યુ. કમિશનર ડી.એન. મોદી સહિતના અધિકારીઓ તથા ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના પદાધિકારીઓ દોડી આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh