Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના બે કેસમાં બેને થઈ સજા

એક-એક વર્ષની કેદ અને ચેકની રકમનો દંડઃ

જામનગર તા. પઃ જામનગરના બે આસામીએ અનુક્રમે રૂપિયા સવા છ લાખ તથા રૂ. ૩ લાખના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ કરી હતી. અદાલતે બંને આરોપીને એક, એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના જડેશ્વર પાર્કમાં વસવાટ કરતા અને જમીન-મકાનની દલાલીનું કામ કરતા પરેશ માવાણીએ રૂ. ૬ લાખ ૨૫ હજાર પોતાના મિત્ર ધર્મેન્દ્ર અશોકભાઈ ગોરી પાસેથી મેળવ્યા હતા અને ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની ધર્મેન્દ્રભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરમાં લાલબંગલા પાસે ઓફિસ ધરાવતા કુલદીપસિંહ મંગળસિંહ પાસેથી રૂ. ૩ લાખ રમેશભાઈ રામશીભાઈ ચાવડાએ હાથઉછીના લઈ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ થઈ હતી. તે કેસમાં પણ અદાલતે આરોપી રમેશભાઈને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. બંને કેસમાં ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh