Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે વિકાસગૃહમાં આશરો અપાવ્યોઃ
જામનગર તા. ૫: જામનગરના યોગેશ્વરનગરમાં ગયા રવિવારે એક મહિલા આવ્યા હોવાની વિગત પરથી દોડી ગયેલી પોલીસે ત્યાંથી ભાવનગરના વતની અને માનસિક અસ્થિરતાનો ભોગ બનેલા એક યુવતીને પોલીસ સ્ટેશન ખસેડ્યા પછી તેમના વાલીવારસ અંગે શોધ શરૂ કરી છે. આ યુવતીને વિકાસગૃહમાં આશરો આપવામાં આવ્યો છે.
જામનગરના યોગેશ્વરનગર વિસ્તાર પાસે એક મહિલા ફરતા હોવાની કોઈએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ગયા રવિવારે ત્યાં દોડી ગયેલી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ત્યાંથી એક મહિલાને શોધી કાઢ્યા હતા.
ભાવનગરના વતની અને માનસિક અસ્થિરતાનો ભોગ બનેલા વિલાસબેન કેશુભાઈ દેવીપૂજક (ઉ.વ.ર૪) નામના આ મહિલાના કોઈ વાલીવારસ મળી આવ્યા નથી. તેઓ યોગેશ્વરનગરમાં એક નાગરિકના ઘર પાસે કોઈ રીતે પહોંચ્યા હતા અને તેની પોલીસને જાણ કરાતા દોડી ગયેલા પીએસઆઈ ડી.જી. રામાનુજે તે મહિલાની પૂછપરછ કરી હતી.
હાલમાં આ મહિલાને કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં આશરો આપવામાં આવ્યો છે. આ મહિલા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ જમાદાર એ.ડી. જાડેજા-૮૮૪૯૯ ૪૧૩૯૮નો અથવા ૦૨૮૮-૨૫૫૦૨૪૩નો સંપર્ક સાધવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial