Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે
જામનગર તા. ૫: નવાનગર નેચર ક્લબ દ્વારા તા. ૧૦-૦૮ના વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ઓપન જામનગર લાઈવ પેઈન્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્પર્ધકોએ નિયત કરેલા સ્થળે બે કલાકમાં માત્રને માત્ર સિંહનું 'લાઈવ' ચિત્ર દોરવાનું રહેશે.
આ સ્પર્ધા ગ્રુપ-એ (૧૨ થી ૧૮ વર્ષ) અને ગ્રુપ-બી (૧૮ વર્ષથી ઉપરની વય) એમ બે વિભાગમાં યોજવામાં આવી છે. સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરનારને ઈનામ તથા ભાગ લેનાર દરેક સ્પર્ધકોને ઓનલાઈન સર્ટિફીકેટ એનાયત કરાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું રજીસ્ટ્રેશન તેમજ એન્ટ્રી ફી વિગેરે ફક્ત સંસ્થા દ્વારા મોકલાયેલી ગુગલ લીંકમાં 'ગુગલ ફોર્મ' ભરવાથી જ થઈ શકશે. ગુગલ ફોર્મની લીંક તથા વધુ વિગત માટે પ્રોજેક્ટ ચેરમેન ઉત્પલભાઈ દવે (૯૮૨૪૨ ૦૭૪૯૪) અથવા સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા (૯૯૨૫૫ ૬૦૧૯૯)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial