Advertisement
Author: નોબત સમાચાર

જામનગર આરટીઓ કચેરીમાં ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવામાં ભારે પરેશાની

ઓનલાઈન એપોઈટમેન્ટ માટે માત્ર ૧૫ મિનિટ !

જામનગર તા. ૫: ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવા માટે અરજદારે આરટીઓ વિભાગમાં ઓનલાઈન એપોઈટમેન્ટ લઈ અગાઉથી નિર્ધારીત ફીની રકમ ભરી દેવાની પ્રથા અમલમાં છે. પણ જામનગર આરટીઓ કચેરીમાં એપોઈટમેન્ટ  માટે સવારે ૮ થી ૮:૧૫ માત્ર ૧૫ મિનિટના સમય માટે જ સાઈટ ખૂલે છે અને પછી બંધ થઈ જાય છે. જેથી એક-દોઢ મહિના સુધી એપોઈટમેન્ટ મળતી નથી. આરટીઓ કચેરી દ્વારા દરરોજ તેમના ઘડી કાઢેલા નિયમો પ્રમાણે જુજ જ લોકોને એપોઈટમેન્ટ આપવામાં આવે છે. જેથી ડ્રાઈવીંગ લાયસન્સ માટે અરજદારોએ બે-ત્રણ મહિના રાહ જોવી પડે છે.

આ સમસ્યાનો વ્હેલી તકે ઉકેલ આવે અને અરજદારોને એપોઈટમેન્ટ મળે, કોલ આવે અને વધુને વધુ અરજદારોને લાયસન્સ મળે તેવી સંતોષકારક વ્યવસ્થા ગોઠવવા માંગણી ઉઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh