Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના દરિયાઈકાંઠાના પ્રાદેશિક જળવિસ્તારમાં
ખંભાળીયા તા. ૫: જામનગર જિલ્લામાં માછીમારી કરવા અંગેના પ્રતિબંધની સમયમર્યાદામાં ફેરફાર કરાયો છે અને ૧પ મી ઓગસ્ટ સુધી લંબાવાયો છે.
કેન્દ્ર સરકારના કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ, દિલ્હીના હુકમથી પ્રાદેશિક જળ વિસ્તારની બહારમાં ફિશિંગ બાન જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો ર૦ર૩, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ ર૦ર૩ તથા ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમ ર૦ર૦ માં ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેરનામામાં જણાવ્યા અનુસાર ફિશીંગ બાન સમયમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં લેતા રાજ્યમાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા. ૧પ-૮-ર૪ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળવિસ્તારમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
રાજ્યમાં આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ, ક્રાફટ, લાકડાની બીન યાંત્રિક એક લકડી હોડી, શઢવાળી હોડી તથા પગડિયા માછીમારીને બાકાત રાખવામાં આવે છે. જે અનુસાર જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા. ૧પ-૮-ર૪ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ ક્રાફટ, લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી, શઢવાળી હોડી અને પગડીયા માછીમારોને બાકાત કરવામાં આવે છે.
આ પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરનારી વ્યક્તિ સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-ર૦ર૩ ની કલમ ૬(૧) (ટ) ના ભંગ બદલ કલમ ર૧-૧ (ચ) મુજબ દંડને પાત્ર થશે તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ ફિશરિઝ ગાર્ડ, તમામ માછીમાર પ્રમુખ, તમામ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ, એસો. અને આગેવાનોએ આ સૂચનાની બહોળી રીતે પ્રસિદ્ધિ કરાવવાની રહેશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial