Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં સન્નાટોઃ સેન્સેક્સમાં ૨૬૫૦ અને નિફ્ટીમાં ૮૨૦ થી વધુ પોઈન્ટનો કડાકોઃ અફરાતફરી

બ્લેકફ્રાઈડે પછી સ્ટોક માર્કેટ માટે આજે બ્લેક મન્ડેઃ પ્રિ-ઓપન સેશનમાં જ ધબડકાનો સંકેતઃ રોકાણકારો પાયમાલ

મુંબઈ તા. પઃ આજે શેરબજાર પ્રારંભે જ ધરાશાયી થયું હતું. સેન્સેક્સમાં ર,૬પ૦ તો નિફ્ટીમાં ૮ર૦ થી વધુ પોઈન્ટનો કડાકો બોલતા રોકાણકારોને નુક્સાન થયું હતું.

શેરબજારમાં ગત્ અઠવાડિયાના છેલ્લા દિવસ એટલે કે શુક્રવારે મોટા કડાકા પછી ફરી એકવાર આજે પાંચમી ઓગસ્ટે બજાર ખુલતા જ અફરાતફરી મચી ગઈ હતી. અમેરિકામાં મંદીના ભણકારા સાથે અમેરિકન સ્ટોક માર્કેટ ડગમગ્યું તો તેની સીધી અસર હવે ભારતીય શેરબજારમાં દેખાઈ હતી.

શુક્રવારે બ્લેક ફ્રાઈ-ડે પછી આજે સપ્તાહનો પ્રથમ દિવસ સોમવારે આજે બ્લેક મંડે સાબિત થયો, જ્યાં પ્રિ-ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો. ત્યાં બજાર ખૂલતા જ સેન્સેક્સ-નિફ્ટી એકાએક ધરાશાયી થઈ ગયા હતાં.

બીએસઈ સેન્સેક્સની શરૂઆત જ આજે ૮૦,૦૦૦ ની નીચે થઈ. લગભગ ર૪૦૦ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. ત્યાર૫છી બજાર ખુલતા જ રિવકરી દેખાઈ અને ૧૦૦૦ પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. પ્રિ-ઓપન સેશનમાં સેન્સેક્સ સીધો ર૪૦૦ પોઈન્ટના કડાકા સાથે ૭૮,પ૮૦ ના લો લેવલને સ્પર્શી ગયો હતો, જ્યારે રિકવરી પછી તે હાલમાં ૭૯,પ૪૧ પોઈન્ટ ટ્રેડ થઈ રહ્યો હતો. તે પછી તાજા અહેવાલો મુજબ સેન્સેક્સમાં ર૬પ૦ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ ૮ર૦ થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. જે પછ ય ૪પ૦ પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

પ્રિ-ઓપનિંગ સેશનમાં જ સંકેત મળી ગયા હતાં કે શેરબજારનું વલણ કેવું રહેવાનું છે. ખરેખર પ્રિ-ઓપનમાં સેન્સેક્સમાં રપ૦૦ પોઈન્ટથી વધુનો કડાકો બલાઈ ગયો હતો, જ્યારે નિફ્ટીમાં ૭૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો.

બજાર ખુલતા જ ૧૦ મિનિટમાં જ ઘટાડો વધી ગયો જેના લીધે સેન્સેક્સમાં ૧પ૦૦ થી વધુ જ્યારે નિફ્ટીમાં પ૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો. સેન્સેક્સમાં ૧.૯૬ ટકા તો નિફ્ટીમાં ર ટકા જેટલો કડાકો બોલાયો હતો.

હકીકતમાં અમેરિકામાં મેન્યુફેક્ચરીંગ પીએમઆઈ ડેટામાં મોટો ઘટાડો થયો છે, જે સંકેત આપી રહ્યું છે કે અમેરિકામાં મંદી આવી શકે છે. આ ઉપરાંત બેરોજગારોની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો થયો છે. જેની સીધી અસર અમેરિકન બજાર પર પડી છે. બીજી બાજુ આઈટી સેક્ટરમાં છટણીની જાહેરાતને કારણે સંકટ વધુ ઘેરાયું છે. જેના કારણે વૈશ્વિક આઈટી ક્ષેત્ર પણ ભારે દબાણ હેઠળ છે.

આ મોટા કડાકા સાથે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૧૦.ર૪ લાખ કરોડ જેટલું ધોવાઈ ગયું હતું. આ સાથે હવે માર્કેટ કેપ ૪૪૬.૯ર લાખ કરોડ થઈ ગઈ છે. નિફ્ટી ૧૦ તેની ર૦ દિવસની મૂવિંગ એવરેજથી નીચે ગગડી ગઈ છે જે બે મહિનાથી વધુ સમયમાં તેનો એક દિવસનો સૌથી મોટો ઘટાડો દર્શાવે છે. જ્યારે બેંક નિફ્ટી પણ પ૦ દિવસની મૂવિંગ એવરેજથી નીચે આવી ગઈ છે.

આ દરમિયાન મધ્યપૂર્વના દેશોમાં ફરી એકવાર તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર ઈરાને હમાસના પ્રમુખ ઈસ્માઈલ હાનિયાના મોતનો બદલો લેવાના સોગંદ લીધા છે. તે ગમે ત્યારે ઈઝરાયલ પર આક્રમણ કરી શકે છે અને તેનાથી નવા યુદ્ધના એંધાણ સર્જાયા છે. અમેરિકાએ પણ આ ક્ષેત્રમાં સૈન્ય હાજરી વધારી દીધી છે જેનાથી દુનિયાભરના રોકાણકારોનું ટેન્શન ફરી વધી ગયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh