Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના લોકપ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

આગામી તા. રરમી ઓગષ્ટના દિને

ખંભાળીયા તા. પઃ લોકોના પ્રશ્નો, ફરિયાદો, રજુઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ હલ થઈ શકે તે હેતુથી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તા. રર-૮-ર૪ ના સવારના ૧૧ કલાકે કલેકટર કચેરી, દેવભૂમિ દ્વારકા, મુ. ખંભાળીયામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોવી જોઈએ જે અનિર્ણિત હોય, અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે.

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. આ કાર્યક્રમમાં અરજદાર જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઈ રજુઆત કરી શકશે. સામૂહિક રજુઆત કરી નહીં શકાય. અરજદાર અત્રેની કચેરીમાં તા. ૧૦-૮-ર૪ સુધી પ્રશ્નો રજુ કરી શકશે. તેમ નિવાસી અધિક કલેકટર, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh