Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિલ્વપત્ર, ગંગાજળ, ફૂલ, પૂજા સામગ્રી સાથે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
ખંભાળીયા તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા સહિત સમગ્ર જિલ્લામાં આવેલા અનેક પ્રસિદ્ધ તથા પ્રાચીન શિવ મંદિરોમાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે તથા સોમવારથી જ શરૂ થતાં અને સોમવારે જ પૂર્ણ થતાં શ્રાવણ માસના પ્રથમ દિને ભાવિકો ઉમટ્યા હતાં.
ખંભાળીયાના શ્રી ખામનાથ મહાદેવ, શ્રી રામનાથ મહાદેવ, શ્રી જડેશ્વર મહાદેવ, શ્રી પાળેશ્વર મહાદેવ, શ્રી શરણેશ્વર મહાદેવ, શ્રી સુખનાથ મહાદેવ, શ્રી ભુવનેશ્વર મહાદેવ, ગ્રામ્ય પંથકના શિવમંદિરો શ્રી ધીંગેશ્વર મહાદેવ વડત્રા તથા ભરાણા, ઈન્દ્રેશ્વર મહાદેવ ભાણવડ, બિલેશ્વર મહાદેવ બરડા ડુંગર, ભાતેલનું ભોળેશ્વર મહાદેવ, સોડસલા સલાયા પાસેના નાગનાથ મહાદેવ, સલાયાના પાળેશ્વર મહાદેવ, મોડપર પાસે તુંગેશ્વર મહાદેવ, કોટા કોટેશ્વર મહાદેવ, બજાણા કાશી વિશ્વનાથ મહાદેવ, જામજોધપુર પાસે ટપકેશ્વર મહાદેવ, શક્તિનગર શીરેશ્વર મહાદેવ, રામનગર બાલનાથ મહાદેવ, કેશોદ ઓમકારેશ્વર મહાદેવ, ખંભાળીયામાં મહાદેવ વાડા વિસ્તારમાં આવેલા શિવ મંદિરો વિદ્યાશંકર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, કલ્યાણરાયજી મંદિરે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ વિગેરે મંદિરમાં ભાવિકો સવારથી જ બિલ્વપત્ર, પુષ્પ તથા ગંગાજળ સાથે ઉમટ્યા હતાં.
ત્રણ સ્થળે વિશિષ્ટ આરતી
ખંભાળીયામાં ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ તથા પાળેશ્વર મહાદેવમાં ઢોલ-નગારા, નોબત સાથે થતી સવાર-સાંજ આરતી વિશિષ્ટ છે જે ભાવિકોના રૃંવાડા ઊભા કરી દે તેવી હોય મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટે છે.
યુ-ટ્યુબ પર ખામનાથ આરતી લાઈવ
ખંભાળીયાના પ્રસિદ્ધ ખામનાથ મહાદેવના ટ્રસ્ટી અમિતભાઈ વ્યાસ, એડવોકેટે જણાવ્યું છે કે શ્રાવણ માસમાં ખામનાથ મહાદેવની આરતી યુ-ટ્યુબથી લાઈવ જોઈ શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial