Advertisement
Author: નોબત સમાચાર

શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર, કચરો ફેંકવા પ્રતિબંધ

ખંભાળીયા તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બ્લુ ફલેટ સર્ટીફિકેટ ધરાવતો શિવરાજપુર બીચ એકદમ શાંત રળીયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. શિવરાજપુર બીચએ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે. જેથી દેવભૂમિ દ્વારકાના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે તેમને મળેલ સત્તાની રૂએ શિવરાજપુર બીચ પર પ કિલોમીટરની ત્રિજ્યામાં પ્લાસ્ટિકના ઉપયોગ-વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા તેમજ કેમ્પેઈન કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. આ જાહેરનામું તા. ૩-૮-ર૪ થી તા. ૧-૧૦-ર૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh